આણંદ અને ખેડા જિલ્લામાં આજે હર્ષોલ્લાસ સાથે નવા વર્ષના વધામણા
- આણંદ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી બાદ બજારો 5 દિવસ સુમસામ રહેશે
શનિવારે બેસતા વર્ષેની ઉજવણી સંદર્ભે લોકો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપશે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોએ વિક્રમ સવંત ૨૦૮૧ની વધામણીની શુભેચ્છાઓ મોડી રાતથી જ પાઠવવાનું શરૂ કરી દીધું હતું.
ભગવાનના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરવા લોકો ઉમટશે. જેના લીધે ડાકોર સહિત મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે.
શનિવારે નવા વર્ષે પરોઢથી એકબીજાને મેસેજ અને મોબાઈલ દ્વારા સંપર્ક કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે.આણંદ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી અને પુજા અચર્ના બાદ દુકાનોમાં મુહૂર્ત કર્યા બાદ મોટાભાગના લોકો ફરવા જતા રહેતા પાંચ દિવસ બજારો સૂમસામ બનશે. આણંદ જિલ્લામાં આજે નવા વર્ષના દિવસે વહેલી સવારથી એક બીજાને શુભેચ્છા પાઠવશે.ઘરમાં પૂજા અર્ચના કરે છે.ઇષ્ટદેવની લોકો આરાધના કરતા હોય છે. નવા વર્ષના મુહૂર્ત બાદ દુકાનો ત્રણથી પાંચ દિવસ બંધ રાખતા હોય છે.ભાઇબીજનું પણ વિશેષ મહત્વ રહેલુ છે.