Get The App

કઠલાલમાં નનામા પત્રોથી ખંડણી માંગનાર જીઆરડી જવાન ઝડપાયો

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
કઠલાલમાં નનામા પત્રોથી ખંડણી માંગનાર જીઆરડી જવાન ઝડપાયો 1 - image


- વેપારી સહિત 10 લોકોને પત્રોથી ધમકી આપી હતી

- સોશિયલ મીડિયામાં ક્રાઈમ સ્ટોરીના કિમિયાથી આરોપીએ કાવતરું ઘડયું હોવાનું ખૂલ્યું

કઠલાલ : કઠલાલમાં નનામી પત્ર થકી ૧૩ દિવસ અગાઉ ખંડણી માગવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કઠલાલ શહેરના વેપારીઓ સહિત ૧૦ વ્યક્તિઓને જુદા જુદા સમયે નનામી પત્ર લખાયો હતો. પત્ર લખનાર બીજુ કોઈ નહીં પણ કઠલાલનો ગ્રામ રક્ષક દળનો જવાન હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની અટકાયત કરી પુછપરછ આદરી છે. સોશિયલ મીડિયામાં વિવિધ ક્રાઇમ સ્ટોરીના કિમીયાથી આરોપીએ સમગ્ર કાવતરું ઘડયું હોવાનો પર્દાફાશ થયો છે.

કઠલાલ પોલીસ મથકે થોડા દિવસો પહેલા ખંડણીની ફરિયાદ પેટ્રોલપંપના માલિકે નોંધાવી હતી. બાદમાં કઠલાલ શહેરના અન્ય ૯ જેટલા વ્યક્તિઓને પણ નનામા પત્રોથી નાણાંની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું સ્થાનિક પોલીસ અને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ઈસમ સુધી પહોંચવામાં સફળતા મળી છે. આ ખંડણી માંગનાર બીજુ કોઈ નહીં પણ કઠલાલમાં ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા વાહીદ નુરમહંમદ્દ વ્હોરા (ઉ.વ ૩૯ રહે, ભાનેર વાણીયાવાસ ઇન્દીરાનગર, તા.કઠલાલ, જી.ખેડા) હોવાનું ખુલ્યું છે. પોલીસ ટીમોએ પત્રો સાથે મળી આવેલા કવર તથા કાગળો બાબતે કઠલાલ, કપડવંજ, મહુધા, વિસ્તારમાં આવેલી સ્ટેશનરી વેચાણ કરતા વેપારીઓ તથા ઝેરોક્ષના ધંધા સાથે સંકળાયેલ ૭૦થી વધુ વ્યક્તીઓની પુછપરછ કરી હતી. ઉપરાંત તામામ જગ્યાએથી તમામ માર્ગ સુધીમાં આવતા અંદાજીત ૩૮થી વધારે સીસીટીવી ફુટેજ મેળવી જેમાં શંકાસ્પદ લાગતા તમામ ઇસમોને પૂછપરછ કરાઈ હતી. બાદમાં સીસીટીવી એનાલીસના માધ્યમથી એક શંકાસ્પદ ઇકોને ટ્રેક કરતા એક ઇસમની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તે આધારે આરોપી ઝડપાયો હતો. પોલીસે આ વહીદની ધરપકડ કરી પુછપરછ આરંભી છે. 

અગ્રણી અને પ્રતિીત વેપારીઓ , ધંધાદારી વ્યક્તિઓને નનામા પત્રોના માધ્યમથી ધાક-ધમકી આપવાનો હેતુ બાબતે પોલીસે પુછપરછ કરતા વહીદે જણાવેલ કે તે છેલ્લા ૧૨ વર્ષથી કઠલાલ પો.સ્ટે ખાતે માનદ વેતન આધારીત જીઆરડી સભ્ય તરીકે સેવા આપે છે અને પોતાની પાસે રહેલી ઇકો ગાડીના હપ્તા ભરવાના નાણા ન હોવાથી અને પરિવાર મોટો હોવાથી તેમજ અમુક લોકો પાસેથી ઉછીના નાણા લીધા હતા.

 જે સમયસર પાછા આપવાની ચિંતામાં હોવાથી આ કાવતરું ઘડયું હોવાનું જણાવ્યું છે. વાહીદે નાણાની વ્યવસ્થા કરવા માટે શોર્ટકટથી નાણા મળી રહે તે આશયથી ઓટીટી માધ્યમથી વિવિધ ક્રાઇમ સ્ટોરીઓ જોઈ આ ગુનાનો પ્લાન ઘડયો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.


Google NewsGoogle News