Get The App

ડાકોરમાં રણછોડજી સન્મુખ ગોપાષ્ટમીએ ગૌપૂજન કરાયું

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
ડાકોરમાં રણછોડજી સન્મુખ ગોપાષ્ટમીએ ગૌપૂજન કરાયું 1 - image


- ઠાકોરજીને ગૌકર્ણ અને ગાયની પિછવાઈ ધરાવાઈ

ડાકોર : ડાકોરમાં ગોપાષ્ટમિ નિમિત્તે આજે રણછોડરાયજીને ગૌકર્ણ ધારણ કરાવવા સાથે પ્રતિમા પાછળ ગાયની પીછવાઈ ધરાવાઈ હતી. ઠાકોરજીના સન્મુખ ગાયોનું ગૌપૂજન કર્યા બાદ ગૌદર્શન માટે ગામમાં ગાયોને ફેરવી ગોમતીજીની પ્રદક્ષિણા કરાવી ગૌશાળામાં પરત લવાઈ હતી. 

ડાકોરના સેવક આગેવાનના જણાવ્યા પ્રમાણે આજે ગોપાષ્ટમીના ઉત્સવ નિમિત્તે ડાકોરના ઠાકોરજીએ મંગળા આરતી પછી અલંકારી વો ધારણ કર્યા હતા. સાથે ગાયોની પ્રતિકૃતિનું આભૂષણ ગૌકર્ણ પણ ધારણ કરાવાયું હતું. ત્યારબાદ ઠાકોરજીને આજે મોટો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો. બપોરના સમયે ગૌશાળામાંથી ગાયોને ઠાકોરજીની સન્મુખ લાવી અને ગૌપૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં ગૌશાળાની ગાયો ગોપગોવાળ સાથે ગામમાં થઈ ગોમતીજીની પ્રદક્ષિણા ફેરવી અને પરત ગૌશાળામાં લાવવામાં આવી હતી. ઠાકોરજીની પ્રતિમા પાછળ ગાયમાતાની પીછવાઈ પણ ધારણ કરાવવામાં આવી હતી. ડાકોર મંદિર સાથે ડાકોરમાં ખોડા ઢોર પાંજરા પોળ ટ્રસ્ટમાં પણ ગૌપૂજન કરવામાં આવ્યું હતું અને ગાયોને ડાકોરની ગલીઓમાં ગાયમાતાના દર્શન માટે ફેરવવામાં આવી હતી. 


Google NewsGoogle News