Get The App

ડાકોરમાં ગોમતી તળાવમાં ગંદકીના ઢગ, સ્ટ્રીટલાઇટો પણ બંધ હાલતમાં

Updated: Feb 22nd, 2023


Google News
Google News
ડાકોરમાં ગોમતી તળાવમાં ગંદકીના ઢગ, સ્ટ્રીટલાઇટો પણ બંધ હાલતમાં 1 - image


- ફાગણી પૂનમના મેળાની તૈયારીઓમાં ભારે ઉદાસીનતા

- લાખો ભક્તો રણછોડરાયજીના દર્શનાર્થે આવતા હોય છે તેવામાં યાત્રી સુવિધાના કામો અધુરા

ડાકોર : ડાકોર  હોળીપુનમના ગણતરીના દિવસો બાકી રહ્યા પણ તંત્ર દ્વારા કોઈ તૈયારીઓ કરવામાં આવી ન હોવાનું જોવા મળી રહ્યું છે. ડાકોર હોળી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં સંઘો લઈને પદયાત્રીઓ ડાકોરના ઠાકોરના દર્શને આવતા હોય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રોડના જાહેરનામા કરવામાં આવે છે, આવનાર દર્શનાર્થીઓને સારી સુવિધાઓ મળી રહે તેવા અયોજનો કરવામાં આવે છે 

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે મેળો બંધ રાખવામાં આવ્યો હતો.  જેથી વહીવટી તંત્ર તેની કામગીરી ભૂલી ગયુંુ હોય તેમ જણાઇ રહ્યું છે. અમદાવાદથી ડાકોરનો આખો રોડ પદયાત્રીઓથી કીડીયારું ઉભરાય તેમ ઉભરાઈ જતા હોય છે. 

આ તમામ દર્શનાર્થીઆની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર અને ડાકોર નગરપાલીકા  કરતું હોય પરંતુ ડાકોરના રોડ રસ્તામાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે . છેલ્લા આઠ દિવસથી સ્ટેશન રોડ બોડાણા સર્કલ સુધીની સ્ટીટ લાઈટો બંધ હાલતમાં છે. ગોમતી ઘાટ પરના પગઠિયામાં લીલ બજેલી કુંભવેલો  (રાક્ષસીવેલ)એ પણ તળાવમાં ઠેરઠેર ઊગી નીકળી છે .  ડાકોર નગરપાલીકામાં પણ હોળી મેળાના આયોજનની કોઈ કામગીરી દેખાતી નથી. ચીફ ઓફિસર નગરપાલીકા કચેરીમાં હોતા જ નથી. જેને કારણે પ્રજાલક્ષી કામો પણ અટવાઇ પડયા છે.ચીફ ઓફિસરની કામગીરી બાબતની રજુઆત ધારાસભ્યએ  પણ મુખ્યમંત્રીને કરી છે. ડાકોરના વિકાસમાં ચીફ ઓફિસર રસ દાખવતા નથી એને કારણે તો ડાકોર નગરપાલીકા ની ગ્રાંટો ના નાણાં પણ પાછા ગયા છે . જીલ્લા આયોજન અધિકારીએ પણ તેમની નબળી કામગીરીની નોટીસ આપેલ છે.

 હોળી પૂનમના મેળા માટે જિલ્લા કલેકટરમાંથી આવેલ સૂચનોનું પણ એકપણ કામ કરવામાં આવ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈને  આવનાર હોળી મેળામાં યાત્રાળુઓની  મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.

Tags :
Garbage-heaps-in-Gomti-lakeDakorstreetlights-also-switched-off

Google News
Google News