ગળતેશ્વરના મીઠાનામુવાડા પ્રા. શાળામાં વિદ્યાર્થીઓ, વાલીઓએ સૂત્રોચ્ચાર કર્યા
- શિક્ષકની બદલીની માંગ સાથે ઉગ્ર વિરોધ
- શાળાનો દરવાજો બંધ કર્યો, બાળકોને શાળાએ ન મોકલવાની ચિમકી આપી
ઠાસરા : ગળતેશ્વર તાલુકાના મીઠાનામુવાડા ગામની પ્રાથમિક શાળાને આજે તાળાબંધી કરી વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ બદલી કરાયેલા શિક્ષકની આ શાળામાં પૂનઃનિયુક્તી થતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ શિક્ષકને અન્યત્ર બદલી કરવાની માંગણી સાથે વાલીઓએ શાળામાં બાળાકોને ભણવા ન મોકલવાની ચિમકી આપી હતી. શાળાના મુખ્ય દરવાજા બેસીને વિદ્યાર્થીઓ અને વાલીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મીઠાનામુવાડા ગામની વસ્તી આશરે ૧૭૦૦ની થવા જાય છે. આ ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ૧૪૭ બાળકો ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરે છે. આ મીઠાનામુવાડા ગામની પ્રાથમિક શાળામાં છ મહિના પહેલા એક શિક્ષક નામે પ્રવિણભાઈ માહ્યાવંશી મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે શાળામાં ભણાવતા હતા. પરંતુ ગ્રામજનો અને બાળકોના વાલીઓના આક્ષેપમાં જણાવ્યા મુજબ આ શિક્ષક બાળકો સાથે ગેરવર્તણુંક કરતા હોઈ ગ્રામજનો અને વાલીઓએ છ મહિના પહેલા ઉપલા લેવલે રજુઆત કરી આ મુખ્ય શિક્ષકના વિરોધ સાથે આ મીઠાનામુવાડા પ્રાથમિક શાળામાંથી બદલી કરાવી હતી. છ મહિના પછી ફરીથી પહેલા બદલી કરાયેલા મુખ્ય શિક્ષકને મીઠાનામુવાડા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં મુકવામાં આવતા ફરીથી આજે શાળાના સમય દરમ્યાન બાળકોના વાલીઓએ પોતાના બાળકો જ્યાં સુધી આ મુખ્ય શિક્ષકને ફરીથી બદલી કરવામાં નહિ આવે ત્યાં સુધી વાલીઓ બાળકોને શાળામાં ભણવા મોકલશે નહી એવી ચીમકી ઉચ્ચારી હતી.
ગળતેશ્વર તાલુકા પંચાયતના શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓને રજુઆત કરી છે કે જ્યાં સુધી આ બદલીમાંથી પાછા આવેલા શિક્ષકની ફરી બદલી નહિ થાય ત્યાં સુધી અમારા બાળકોને મીઠાનામુવાડા પ્રાથમિક શાળામાં ભણવા મોકલીશું નહી તેવું જણાવી આજે ગુરુવારે સવારે બાળકો અને ગણ્યાગાંઠયા વાલીઓ શાળાએ જઈ મુખ્ય દરવાજો ખોલવા દીધો ન હતો અને બાળકોને શાળના મુખ્ય દરવાજા બહાર બેસાડી વિરોધ પ્રગટ કર્યો હતો. ક્યાં તો શાળામાં શિક્ષક નહિ અથવા બાળકો નહિ ેએ સૂત્ર અપનાવી સખત વિરોધીઓએ મીઠાનામુવાડા પ્રાથમિક શાળાના મુખ્ય દરવાજાએ તાળાબંધી કરવામાં આવી હતી.