નડિયાદ ટોલનાકા પાસેથી રૂા. 2.20 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
નડિયાદ ટોલનાકા પાસેથી રૂા. 2.20 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ 1 - image


- અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર

- દારૂની 708 બોટલો સહિત રૂા. 7.21 લાખના મુદ્દામાલ સાથે પકડાયેલા કાર ચાલક વિરૂદ્ધ ખેડા એલસીબીની કાર્યવાહી

નડિયાદ : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ ટોલ નાકા નજીકથી આણંદ તરફથી આવતી ગાડીમાંથી વિદેશી દારૂ બોટલ નંગ ૭૦૮ સાથે ચાલકને એલસીબી ખેડા પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ તેમજ ગાડી મળી કુલ રૂ.૭,૨૦,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

એલસીબી ખેડા પોલીસ નડિયાદ શહેરમાં પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળેલ કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી આણંદ તરફથી વિદેશી દારૂ ભરી મહેન્દ્ર ગાડી અમદાવાદ તરફ જનાર છે. જેથી પોલીસે નડિયાદ બહાર નીકળવાના એકઝીટ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન આણંદ તરફથી ગાડી આવતા તેની આગળ આડસ કરી ઉભી રખાવી હતી. આ ગાડીના ચાલકની અટક કરી પૂછપરછ કરતા પવન જગદીશભાઈ કલ્યાણ ભાવસાર (રહે. શિવાનંદનગર સોસાયટી, અમરાઈવાડી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.ગાડીની તલાસી લેતા વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ ૭૦૮ કિંમત રૂ.૨,૧૯,૬૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીના ચાલકની અંગજડતીમાંથી રૂ.૫૦૦ નો મોબાઇલ તેમજ રૂ.૫૦૦ રૂપિયા રોકડ કબજે કરી હતી. આમ એલસીબી ખેડા પોલીસે રૂ.૫,૦૦,૦૦૦ ની ગાડી મળી કુલ રૂ.૭,૨૦,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ વિદેશી દારૂ ભરી આપનાર ચિન્ટુ (રહે. આનંદપુરી જિલ્લો અજમેર, રાજસ્થાન) મળી આવેલ નથી. આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે પવન જગદીશ કલ્યાણ ભાવસાર તેમજ ચિન્ટુ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News