Get The App

સસ્તામાં ડોલરની લાલચ આપી રૂપિયા 1.50 લાખની છેતરપિંડી

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
સસ્તામાં ડોલરની લાલચ આપી રૂપિયા 1.50 લાખની છેતરપિંડી 1 - image


- અમદાવાદના નિવૃત્ત એન્જિનિયરન સાથે

- નડિયાદના બ્રોકરની ઓળખ આપી બોલાવ્યા બાદ ગઠિયો રોકડ ભરેલી થેલી આંચકી ગયો

નડિયાદ : નડિયાદના બ્રોકરની ઓળખ આપી અમદાવાદના નિવૃત ઇજનેરને સસ્તામાં ડોલર અપાવવાની લાલચ આપી રૂ. દોઢ લાખની રોકડ ભરેલી થેલી આંચકી ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ છારોડીમાં રહેતા રાજેશભાઈ ઘનશ્યામભાઈ વ્યાસ નિવૃત્ત ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને નડિયાદના જોગીભાઈ નામના બ્રોકરે ફોન કરીને બજારથી ઓછા ભાવે ડોલર આપવાની વાત કરી હતી. બાદમાં નિવૃત્ત ઇજનેરને નડિયાદ ખેતા તળાવ ઉપર બોલાવી રૂ.૭,૯૦૦માં ૧૦૦ ડોલર આપ્યા હતા. ત્યાર પછી તા.૨૬/૧૦/૨૪ના રોજ રાજેશભાઈ વ્યાસને નડિયાદથી ડાકોર તરફના રોડ પર બોલાવી જોગીભાઈએ મોબાઈલ પર જણાવેલું કે, મારો માણસ તમને ડોલર આપવા આવે છે. ત્યારે રાજેશભાઈ વ્યાસ મોબાઇલ પર વાતચીત કરતા હતા ત્યારે આવેલો અજાણ્યો ઇસમ ગાડીમાં બેઠેલા રાજેશભાઈ વ્યાસના ખોળામાંથી રૂ.૧,૫૫,૦૦૦ની રોકડ ભરેલી થેલી આંચકી ફરાર થઈ ગયો હતો. આમ નડિયાદના જોગીભાઈ બ્રોકર તરીકેની ઓળખ આપી ગઠીયાએ નિવૃત્ત એન્જિનિયર સાથે છેતરપિંડી કરી હતી. આ બનાવ સંદર્ભે રાજેશભાઈ ઘનશ્યામભાઈ વ્યાસની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



Google NewsGoogle News