નડિયાદ પીજ રોડ પરથી 5.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
નડિયાદ પીજ રોડ પરથી 5.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો 1 - image


- ખેડા એલસીબીએ દરોડો પાડયો

- દારૂ સગેવગે કરતા 6 ઇસમો ઝડપાયા, 2 વોન્ટેડ

નડિયાદ : એલસીબી ખેડા પોલીસે નડિયાદ પશ્ચિમમાં બુટલેગરના ઘરે દરોડો પાડી વિદેશી દારૂ સગેવગે કરતા છ ઈસમોને ઝડપી પાડયા હતા. પોલીસે વિદેશી દારૂ રૂ. ૫.૫૦ લાખ સહિત કુલ રૂ. ૭,૪૧,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

એલસીબી ખેડા પોલીસ સોમવારે રાત્રે નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ પર પેટ્રોલિંગમાં નીકળી હતી. ત્યારે બાતમી મળેલકે નડિયાદ પીજ રોડ શ્રીરંગ સોસાયટીમાં એક ઈસમ મકાન ભાડે રાખી વિદેશી દારૂ ઉતારી સંગ્રહ કરે છે. 

તેમજ આજુબાજુ દારૂ સપ્લાય કરે છે. જેથી એલસીબી પોલીસે રેઈડ કરતા સ્થળ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા છ ઈસમોને ઝડપી પાડયા હતા. જેમાં ફિરોજ અલ્લારખા વહોરા (રહે. ફૈઝાન પાર્ક, નડિયાદ) ઇરફાનખાન ઈમ્તિયાઝખાન પઠાણ (રહે. પીજ રોડ, નડિયાદ), દીપક ઉર્ફ મેડિકલ ઇશ્વરભાઇ સરગરા (રહે. અમદાવાદી બજાર, નડિયાદ), મનોજ ઉર્ફ ભુરીયો રસિકભાઈ રાજપુત (રહે. કમળા), અરબાઝ ફિરોજખાન પઠાણ (રહે. પીજ રોડ, નડિયાદ) તેમજ મહિપતસિંહ કિરીટસિંહ જાડેજા (રહે. નડિયાદ) હોવાનું પૂછપરછ માં જણાવ્યું હતું.

 પોલીસે પાર્ક કરેલ ઇકો કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩,૭૬૮ કિંમત રૂ.૫,૫૦,૮૦૦ મળી આવ્યો હતો. જ્યારે આરોપીઓની અંગજળતીમાં મોબાઇલ નંગ ૬ કિંમત રૂ. ૩૫,૦૦૦/-, રોકડ રૂ. ૬,૧૦૦ તેમજ ઇકો કાર મળી કુલ રૂ. ૭,૪૧,૯૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો રાજસ્થાન આબુ રોડ રહેતા લક્ષમણ નામના બુટલેગરે મોકલ્યો હોવાનું તેમજ ફિરોજ અને ઈકબાલ ઉર્ફ મુન્નો બચુખાન પઠાણ (રહે. નડિયાદ) બંને ભાગીદારીમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું ખુલવા પામેલ છે. 

જ્યારે ઇકબાલ ઉર્ફે મુન્નો બચુખાન પઠાણ અને લક્ષ્મણ બંને મળી ન આવતા વોન્ટેડ જાહેર કરવામાં આવેલા છે. આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News