કમળા ચોકડી પાસેથી 2.20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
કમળા ચોકડી પાસેથી 2.20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો 1 - image


- બુટલેગરોને ટેમ્પા મારફતે જથ્થો પહોંચાડાતો હતો

- ચાલકની પુછપરછમાં અન્ય 19 શખ્સોના નામ ખુલતા 20 સામે ગુનો નોંધાયો

નડિયાદ : નડિયાદ રૂરલ પોલીસે કમળા ચોકડી નજીકથી ટેમ્પામાં વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પી ચાલકને ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ રૂ. ૨,૨૦,૭૦૦, મોબાઈલ  તથા ટેમ્પો  મળી કુલ રૂ.૪,૨૫,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂની હેરાફેરીમાં ૧૯ શખ્સોના નામ ખુલતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ રૂરલ પોલીસ કમળા ચોકડી પર પેટ્રોલિંગમાં નીકળેલી હતી. આ દરમિયાન બાતમી મળેલી કે કમળા ચોકડી પરથી પસાર થતી બંધ બોડીની ટેમ્પી વિદેશી દારૂ ભરી આવી રહી છે. જેથી પોલીસે ટેમ્પો  આવતા તેને ઉભી રખાવી ટેમ્પાની તલાશી લેતા વિદેશી દારૂની બોટલો કિંમત રૂ.૨,૨૦,૭૦૦ નો મળી આવ્યો હતો. ચાલકની પૂછપરછ કરતા ઘનશ્યામ ઉર્ફ ધનિયો ચંદુભાઈ ઝાલા (રહે. ભાઈલાલની ચાલી મિલ રોડ, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું.

 આ દારૂ ઉપરાંત અંગજડતીમાંથી મોબાઇલ અને ટેમ્પી મળી કુલ રૂ.૪,૨૫,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે  ચાલકની પૂછપરછ કરતા તેમના શેઠ સોહેલ ઉર્ફ બાપુ સૈયદ પોતાની કાર લઈ કમળા ચોકડી પરથી ફોર્ચુનક કારમાં વિદેશી દારૂ લાવ્યા હોવાનું તેમજ કમળા નજીક આવેલા તળાવ પરથી દારૂ ભરી આપ્યો હતો. આ ટેમ્પીનું શેઠ સોહેલ બાયુ સૈયદ પાયલોટિંગ કરતો હોવાનું જણાવ્યું હતું.  આ વિદેશી દારૂનો જથ્થો બુટલેગર મુન્નાભાઈ પઠાણ, આશિકસિંહ સોલંકી, ભરત રાવલ, વિષ્ણુ તળપદા, વાસુ ઉર્ફ જાડિયો, વિજય તળપદા, નિમેષ ઠાકોર, સંજુ દરબાર, રાહુલ તળપદા, કલ્પેશ ઉર્ફ કાણિયો તળપદા નડિયાદ પશ્ચિમ વિસ્તારમાંથી બુટલેગર હસમુખ તળપદા, નાનકો તળપદા, અજય તળપદા, હર્ષદ તળપદા, ધર્મેશ ઉર્ફ કાળુ તળપદા તેમજ ડભાણના બબલી સોલંકી તેમજ આકાશ ઉર્ફ દિનેશભાઈ ભોઇને  ટેમ્પો ચાલક વિદેશી દારૂ પહોંચાડતો હોવાની હકીકત જણાવી હતી. જેથી નડિયાદ રૂરલ પોલીસે ટેમ્પી ચાલક સહિત ૨૦ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News