Get The App

આણંદ પાસે ગામડીમાં બે પરિવારો વચ્ચે મારામારીમાં પાંચને ઈજા

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
આણંદ પાસે ગામડીમાં બે પરિવારો વચ્ચે મારામારીમાં પાંચને ઈજા 1 - image


- ઘર આગળ બાકડાં અને સામાન મુકવા બાબતે

- બેઝબોલના બેટ અને પાઈપો ઉછળ્યા : બંને પક્ષની સામસામે ફરિયાદમાં ૮ શખ્સ સામે ગુનો

આણંદ : આણંદ પાસેના ગામડી ગામમાં ઘર આગળ બાંકડા અને સામાન લઈ લેવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતાં પાંચ વ્યક્તિને ઈજાઓ થઈ હતી. આ અંગે આણંદ શહેર પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદો નોંધી કુલ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ તાલુકાના ગામડી ગામમાં આવેલા ત્રિકમનગરમાં રહેતાં અને ફરિયાદી કનુભાઈ ઉર્ફે કિશોરભાઈ પાલાભાઈ વાઘેલાના ઘર આગળ મુકેલા બાંકડા લઈ લેવા બાબતે રાજીવ ઉર્ફે મેહુલ જયંતીભાઈ વાઘેલા, જયંતીભાઈ અર્જુનભાઈ વાઘેલા, રૃડીબેન જયંતીભાઈ વાઘેલા અને વર્ષાબેન રાજીવકુમાર વાઘેલાએ ભેગાં મળીને ઝઘડો કર્યો હતો. દરમિયાન રાજીવે તેના હાથમાંનો લાકડાનો બેઝબોલ કનુભાઈ વાઘેલાનાને મારી હાથે ફેકચર કરી નાખ્યું હતું. વસંતીબેને ડાબા હાથે બેઝ બોલનું બેટ મારી ઇજાઓ પહોંચાડી હતી અને તમામે ભેગાં મળીને કનુભાઈ વાઘેલા અને તેમના સંબંઘીઓને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. 

જ્યારે સામા પક્ષે રાજીવકુમાર ઉફે રોક ઉફે મેહુલ જયંતીભાઈ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ઘરની દીવાલ આગળ પોતાના ઘરનો સામાન મુકેલો હતો. જે લઈ લેવા બાબતે કનુભાઈ પાલાભાઈ વાઘેલા, વસંતીબેન કનુભાઈ વાઘેલા, નીરૃબેન તથા વેજીબેન  મોહનભાઈ વાઘેલાએ ભેગાં મળીને ઝઘડો કર્યો હતો. કનુભાઈએ લોખંડની પાઇપ રાજીવકુમારને માથામાં મારી દેતાં લોહી નીકળ્યું હતું. તમામે ભેગાં મળીને રાજીવકુમાર તથા તેમના સંબંઘીઓને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે  આણંદ શહેર પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધીને આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News