કણજરી - બોરીયાવી સ્ટેશન નજીક ઇન્ટરસિટી ટ્રેનનું એન્જિન છૂટું પડી ગયું
- એન્જિન અને કોચના ડબાને જોડતું જોઈન્ટ તૂટી જતાં સર્જાયેલી ઘટના
- એન્જિન 2 ડબા સાથે આગળ નીકળી ગયું જ્યારે બાકીના ડબા કણજરી સ્ટેશન પર રહી ગયા
અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી ટ્રેન બપોરના ત્રણેક વાગે નડિયાદ થી ઉપડી આણંદ તરફ જઈ રહી હતી. ત્યારે કણજરી રેલવે સ્ટેશન ટ્રેન ધીમી પડી હતી. આ દરમિયાન એન્જિન પાછળના બીજા અને ત્રીજા ડબ્બા વચ્ચે નું જોઈન્ટ તૂટી જતા એન્જિન બે ડબ્બા સાથે આણંદ તરફ આગળ વધ્યું હતું.
જ્યારે પાછળ ના ડબ્બા કણજરી સ્ટેશન પર રહી ગયા હતા. ઘણા સમય થવા છતાં કણજરી થી ટ્રેનના ડબ્બા આગળ ન જતા મુસાફરો સ્ટેશન ઉપર જતા આગળના ડબ્બા સાથે એન્જિન આગળ નીકળી ગયાનું જણાઈ આવ્યું હતું.
આ અંગે કણજરી રેલવે સ્ટેશન માસ્ટરે ઉપરાંત રેલવે ના અધિકારીઓને જાણ કરી હતી. જેથી રેલવે ના અધિકારીઓ તુરંત જ પણ સ્ટેશન ખાતે દોડી ગયા હતા.
રેલવેના અધિકારીઓએ નડિયાદ તરફથી વડોદરા તરફ જતી ટ્રેનોને અટકાવી દીધી હતી. જેથી ખોટી દુર્ઘટના સર્જાતી નિવારી શકાઈ હતી. રેલવેના અધિકારીઓએ નડિયાદ થી એન્જિન બોલાવી કણજરી સ્ટેશન પર અટકી ગયેલા ડબ્બાઓ સાથે જોડી ઇન્ટરસિટી ટ્રેનને આણંદ થી વડોદરા તરફ મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી ટ્રેનના એન્જિન અને ડબ્બા વચ્ચે નું જોઈન્ટ તૂટી જાતા નહી ઘટનાને કારણે વડોદરા તરફ જતી ટ્રેનો મોડી પડતા મુસાફરો મુશ્કેલમાં મુકાયા હતા.