Get The App

ખેડાની 5 પાલિકામાં 34 વોર્ડ બેઠકો પર ચૂંટણી યોજાશે

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
ખેડાની 5 પાલિકામાં 34 વોર્ડ બેઠકો પર ચૂંટણી યોજાશે 1 - image


- ચૂંટણી વિભાગે 5 પાલિકાઓનું નવુ સીમાંકન જાહેર કર્યું

- ખેડા, મહેમદાવાદ, ડાકોર અને ચકલાસીમાં સાત વોર્ડ, મહુધામાં 6 વોર્ડ રહેશે : 136 પૈકી 68  બેઠકો પર મહિલા કાઉન્સિલરો ચૂંટાશે : ટિકિટ માટે દાવેદારોએ તૈયારી આરંભી   

નડિયાદ : ખેડા જિલ્લામાં ખેડા, ચકલાસી, મહુધા, ડાકોર અને મહેમદાવાદ નગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી જાહેર થવાની છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓના વોર્ડનું નવું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. નવા સીમાંકન મુજબ મહેમદાવાદ, ખેડા, ડાકોર અને ચકલાસીમાં ૭ વોર્ડ જ્યારે મહુધામાં ૬ વોર્ડ રહેશે. તંત્ર દ્વારા મતદારોની સંખ્યાના આધારે વોર્ડની સંખ્યામાં નવા સીમાંકન મુજબની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. 

ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓની મુદ્દત પૂર્ણ થયા બાદ તત્કાલ ચૂંટણી ન યોજાતા સરકાર દ્વારા પાલિકાઓમાં વહીવટદારોની નિમણૂંક કરવામાં આવી હતી. તેવામાં ડિસેમ્બર માસના અંત કે જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં પાલિકાની ચૂંટણીઓ અંગે જાહેરનામું બહાર પડવાની શક્યતા છે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા પાલિકાઓનું સીમાંકન કરી, વોર્ડ વાઈઝ અનામત સહિતની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.  જેમાં મહુધા નગરપાલિકામાં ૬ વોર્ડની રચના કરાશે, જ્યારે મહેમદાવાદ, ખેડા, ડાકોર અને ચકલાસીમાં ૭ વોર્ડની રચના કરવામાં આવશે. તમામ નગરપાલિકામાં દરેક વોર્ડમાં ૪ કાઉન્સિલર ચૂંટાઈ આવશે. જેમાં ૫૦ ટકા મહિલા અનામત જાહેર કરવામાં આવી છે. પાંચ નગરપાલિકામાં કુલ ૩૪ વોર્ડ બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં ૬૮ મહિલા કાઉન્સિલર સહિત કુલ ૧૩૬ બેઠકો પર કાઉન્સિલર ચૂંટાઈ આવશે.

ત્યારે ચૂંટણીને લઈ ઉમેદવારોએ તૈયારીઓ આરંભી દીધી છે. જિલ્લાની પાંચ પાલિકાઓમાં ૬૮ મહિલા ઉમેદવારના કારણે પક્ષના નેતાઓ મુંઝવણમાં મુકાયા છે. હાલમાં જીતેલા કેટલાય કાઉન્સિલરોની મહિલા અનામતના કારણે ટીકીટો કપાઈ જવાની શક્યતા છે. ત્યારે સત્તા મેળવવા પત્ની કે પરિવારમાંથી મહિલાને ચૂંટણીમાં ઉતારવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, વોર્ડની ફેરબદલના કારણે ઉમેદવારોની પસંદગી સહિતની બાબતોએ રાજકીય પક્ષોએ નવેસરથી ગણતરીઓ આરંભી દીધી છે.

ખેડા નગરપાલિકા

વસ્તી - 25,575 : કુલ વોર્ડની સંખ્યા - 7

વોર્ડ

વસ્તી

પહેલી બેઠક (સ્ત્રી)

બીજી બેઠક (સ્ત્રી)

ત્રીજી બેઠક

ચોથી બેઠક

૩૫૬૩

અનુ.આદિ.

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૩૯૪૮

પછાત વર્ગ

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૩૨૯૫

સામાન્ય 

સામાન્ય

પછાત વર્ગ

સામાન્ય 

૩૭૯૧

પછાત વર્ગ

સામાન્ય

અનુ.જાતિ 

સામાન્ય 

૩૫૪૩

પછાત વર્ગ

સામાન્ય

સામાન્ય

સામાન્ય 

૩૯૧૪

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય

સામાન્ય 

૩૫૨૧

અનુ.જાતિ 

સામાન્ય 

પછાત વર્ગસામાન્ય 

 

ડાકોર  નગરપાલિકા

વસ્તી - 24,396 : કુલ વોર્ડની સંખ્યા - 7

વોર્ડ

વસ્તી

પહેલી બેઠક (સ્ત્રી)

બીજી બેઠક (સ્ત્રી)

ત્રીજી બેઠક

ચોથી બેઠક

૩૩૪૩

અનુ.આદિ.

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૩૨૧૪

અનુ.જાતિ 

સામાન્ય  

અનુ.આદિ.

સામાન્ય 

૩૭૭૨

પછાત વર્ગ

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૩૩૮૩

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય

સામાન્ય 

૩૬૮૩

પછાત વર્ગ

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૩૩૮૪

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય

સામાન્ય 

૩૬૧૭

સામાન્ય 

સામાન્ય

પછાત વર્ગ

સામાન્ય 

મહેમદાવાદ નગરપાલિકા 

વસ્તી - 35,368 : કુલ વોર્ડની સંખ્યા - 7

વોર્ડ

વસ્તી

પહેલી બેઠક (સ્ત્રી)

બીજી બેઠક (સ્ત્રી)

ત્રીજી બેઠક

ચોથી બેઠક

૫૨૨૩

અનુ.જાતિ

સામાન્ય

પછાત વર્ગ

સામાન્ય 

૪૫૩૩

પછાત વર્ગ

સામાન્ય 

અનુ.જાતિ

સામાન્ય 

૪૯૫૬

પછાત વર્ગ 

સામાન્ય

સામાન્ય

સામાન્ય 

૫૦૬૪

સામાન્ય

સામાન્ય

પછાત વર્ગ

સામાન્ય 

૫૩૫૧

અનુ.આદિ.

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૪૯૮૦

પછાત વર્ગ

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૫૨૬૧

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

ચકલાસી નગરપાલિકા

વસ્તી - 39,581 : કુલ વોર્ડની સંખ્યા - 7

વોર્ડ

વસ્તી

પહેલી બેઠક (સ્ત્રી)

બીજી બેઠક (સ્ત્રી)

ત્રીજી બેઠક

ચોથી બેઠક

૫૫૩૭

સામાન્ય 

સામાન્ય

પછાત વર્ગ

સામાન્ય 

૫૪૫૨

પછાત વર્ગ

સામાન્ય

સામાન્ય 

સામાન્ય 

૬૦૬૬

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

૬૦૧૩

અનુ.જાતિ 

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૫૭૮૭

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય

સામાન્ય 

૫૨૯૧

સામાન્ય 

સામાન્ય

પછાત વર્ગ

સામાન્ય 

૫૪૩૫

પછાત વર્ગ

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 


Google NewsGoogle News