For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખેડામાં બેવડી ઋતુ : સવારે વરસાદી છાંટા, બપોરે 40 ડિગ્રી તાપ

Updated: Apr 27th, 2024

ખેડામાં બેવડી ઋતુ : સવારે વરસાદી છાંટા, બપોરે 40 ડિગ્રી તાપ

- 15 મિનિટ ધીમી ધારે છાંટા પડયા

- સાંજે તાપમાનનો પારો આંશિક ગગડતા બપોર સુધી શેકાયેલા લોકોને ગરમીમાં થોડી રાહત થઈ

નડિયાદ : વડામથક નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ચૈત્રના ભડકે બાળતા તાપ વચ્ચે આજે બેવડી તુનો અનુભવ થયો હતો. વહેલી સવારે લગભગ અડધો કલાક સુધી વાતાવરણ બદલાયું હતું અને તાપની બદલે વાદળો છવાયા હતા. ગણતરીની મિનિટો સુધી વરસાદના છાંટાં પડયા બાદ પુનઃ તાપ નીકળ્યો હતો. જેના કારણે બબ્બે તુનો અનુભવ થયો હતો.

ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે લોકોએ ઉનાળામાં બેવડી તુ અનુભવી હતી. સવારે ૯ વાગ્યાના અરસામાં સૂર્યદેવતાએ દર્શન આપવાના બદલે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. એપ્રિલ માસની સાથે ચૈત્રી તાપની વચ્ચે ૯ વાગે સવારે વરસાદી છાંટાં શરૂ થયા હતા. 

ખૂબ ધીમીધારે ૧૫ મિનિટ સુધી છાંટા પડયા હતા. જેના કારણે સવારે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બાદમાં બપોર પડતા સુધી ૧૨ વાગે ૩૮ ડીગ્રી અને ત્યારબાદ ૩ વાગે ૪૦ ડીગ્રી સુધી તાપમાનનો પારો ઉચકાયો હતો. 

સાંજ પડતા જ આ પારો ગગડી અને તાપ ઓછો થયો હતો. પરંતુ સવારે વરસાદી માહોલમાં ઠંડક મેળવાનારા લોકો ભર બપોરે ૪૦ ડીગ્રીમાં શેકાયા હતા. જેથી લોકોને બેવડી તુનો અહેસાસ થયો હતો.

Gujarat