મહુધામાં પીવાના પાણીના કામ માટે રૂ. 7.59 કરોડ મારૂતિ ટ્રેડિંગ કંપનીને ચૂકવ્યા, પણ ટેસ્ટિંગ પહેલાં જ યોજના નિષ્ફળ
- મહુધા નગરપાલિકા પાણીની નવી યોજના માટે હવે જય કોર્પોરેશન કંપનીને ફરી રૂ. 9.72 કરોડ ચૂકવશે : જૂની યોજના પૂરી ન થઈ હોવાનો ખ્યાલ હોવાછતાં ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ પાણીની નવી યોજનાનો પ્રારંભ કરાવી દીધો
સરફેસ વોટર સ્કીમ અંતર્ગત વર્ષ ૨૦૦૮માં શેઢી શાખા કેનાલમાંથી મહુધા નગરને શુદ્ધ પાણી પુરું પાડવા માટે યોજના બનાવવામાં આવી હતી. જેમાં યુઆઈડીએસએસએમટી યોજના અંતર્ગત રૂ.૭.૫૯ કરોડનો ખર્ચ કરાયો હતો. મહુધા પાલિકા દ્વારા ડિસેમ્બર ૨૦૦૮માં આ કામગીરી અમદાવાદની મારૂતિ ટ્રેડિંગ કંપનીને સોંપવામાં આવી હતી. જે અંતર્ગત મારૂતિ ટ્રેડિંગ કંપની દ્વારા ઈનટેક વેલ, ફિલ્ટર પ્લાન્ટ, અન્ડર ગ્રાઉન્ડ સંમ્પ, ઈએસઆર, પમ્પરૂમ, પમ્પિંગ મશીનરી, બીડબલ્યુએસસી- ગ્રેવીટી પાઈપલાઈન, ડીઆઈ અને એચડીપીઈનું કામ કરાયું હતું. આ નેટવર્કના ટેસ્ટિંગ માટે વડાથલ ગામ પાસેથી કેનાલમાંથી પાણી લેવાનું હતું. પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા શેઢી કેનાલને બંધ રાખવાની મંજુરી મળી ના હોવાથી એચઆર સ્ટ્રક્ચરનું કામ થઈ શક્યું ન હતું. જેાૃથી આ પ્રોજેક્ટમાં ફીલ્ટર પ્લાન્ટ તથા પાઈપલાઈનનું હાઈડ્રોલિક ટેસ્ટિંગ પાણીના અભાવે ાૃથઈ શક્યું નહતું. ૨૦૧૭-૧૮માં ભૂગર્ભ ગટર યોજનાની લાઈન નાંખતી વખતે નગરમાં પાણીની લાઈનનું આખુ માળખું તોડી નંખાતા યોજના નિષ્ફળ ગઈ હતી. પાણી પુરું પાડવા પાલિકા દ્વારા નવી યોજના અંગે માંગ કરતા ડિસેમ્બર,૨૦૨૩માં આરઓ પાણી માટે રૂ. ૯.૭૨ કરોડના ખર્ચે અમૃત-૨ યોજના મંજૂર કરાઈ હતી. જેનું ૩૧ જાન્યુ.૨૦૨૪ના રોજ મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જય કોર્પોરેશન કંપનીને અમૃત-૨ યોજના હેઠળ કામગીરી સોંપવામાં આવી છે. જેને લઈ નગરમાં એક વર્ષ પહેલા જ એક કરોડના ખર્ચે બનાવેલા સાત રોડનું ખોદકામ હાથ ધરવામાં આવ્યું છે. ૭.૫૯ કરોડના ખર્ચે યુઆઈડીએસ- એસએમટી યોજના હેઠળ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, તે પહેલા ૨૦૨૩માં રૂ. ૯.૭૨ કરોડની અમૃત-૨ યોજના શરૂ કરી દેવામાં આવી છે. પાલિકાના અણઘડ આયોજન અને ગટર તથા પાણી વિભાગના સંકલનના અભાવે પાણીના નામે કુલ ૧૭.૩૧ કરોડની યોજનાઓ અમલમાં મૂકી હોવા છતાં હજૂ સુધી મહુધામાં પીવાનું શુદ્ધ પાણી પુરું પાડવામાં આવ્યું નથી.
જૂની કંપનીએ કરેલા કામમાંથી કોઈ વસ્તુનો ઉપયોગ કરાશે નહીં
હાલમાં આરઓના પાણી માટેની ૫૦ ટકાથી વધુ કામગીરી થઈ ગઈ છે. જૂની કંપનીએ કરેલા કામમાંથી એકપણ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા નથી. આખુ માળખું નવેસરથી ઉભું કરવામાં આવી રહ્યું છે. જુની વસ્તુઓ ઉપયોગમાં લઈ શકાય તેવી સિૃથતિમાં નથી.
- જય કોર્પોરેશન કંપની, અમૃત-૨ યોજનાનું કામ કરનાર એજન્સી
૫ાલિકાએ મારૂતિ ટ્રેડિંગ કંપનીને વારંવાર નોટિસ ફટકારી હતી
વર્ષ ૨૦૧૯માં મારૂતિ ટ્રેડિંગ કંપનીએ કામગીરી પૂર્ણ કરી ના હોવાથી એજન્સીને પાલિકા દ્વારા વારંવાર નોટિસ ફટકારી હતી. જ્યારે નોટિસ ફટકારવામાં આવે ત્યારે થોડું થોડું કામ કરતી હતી. જેથી જે પ્રમાણે કામ થતું હતું તે મુજબ એજન્સીને પૈસા ચુકવવામાં આવ્યા હતા. બાદમાં મુખ્ય માણસ બીમાર થયો કે વિદેશ જતો રહ્યો હોવાથી કામગીરી અદ્ધરતાલ રહી હતી. છેલ્લા બે વર્ષાથી વધુ સમયથી વહિવટદારનું શાસન હોવાથી નવી એજન્સીની કામગીરી અંગે કોઈ ખ્યાલ નથી.
- મહેશભાઈ પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ (૨૦૧૯)
લોકોએ વિરોધ કર્યો હતો, છતાં નવી યોજના અમલી બનાવી
મારૂતિ ટ્રેડિંગ કંપની દ્વારા કરવામાં આવેલું કામ અધુરું હોવાથી મહુધામાં પાણી પહોંચી શક્યું નહતું. જેને લઈ સૃથાનિકોમાં નારાજગી હતી. જેથી વર્ષ ૨૦૨૩માં પાણીની અમૃત-૨ યોજના શરૂ થઈ ત્યારે સૃથાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે થોડા સમય માટે પાલિકાના તત્કાલીન ઓફિસર દ્વારા નવી યોજનાની કામગીરી બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ મારી બદલી થઈ જતાં નવી એજન્સીની કામગીરી અંગે તેમજ જૂની એજન્સી સામે કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ તે અંગે મને કોઈ ખ્યાલ નથી. - પાાૃર્થ ધુંવાલ, પાલિકાના પૂર્વ ઈજનેર (૨૦૨૩)
ટેન્ડરની શરતો મુજબ જુની યોજનાનું કામ પૂરું થયું નથી : પાલિકાનો સ્વીકાર
મહુધાના તત્કાલીન કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનીલ ઠાકોર દ્વારા તા.૨૨ જાન્યુઆરી ૨૦૧૯માં સ્વાગત કાર્યક્રમમાં વર્ષ ૨૦૦૮માં શરૂ કરવામાં આવેલી યુઆઈડીએસએસએમટી યોજના પૂર્ણ થઈ છે કે કેમ તે અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં પાલિકાએ જણાવ્યું હતું કે, પીવાના પાણીની આ યોજના પાછળ રૂ.૬૩૭.૭૨ લાખનો ખર્ચ થયેલો છે. ટેન્ડરની શરતો મુજબ અત્યાર સુધી આ યોજના પૂર્ણ થયેલી નથી. આ યોજનાનું ટેસ્ટિંગ કામ બાકી છે. પાલિકાએ ડિસેમ્બર-૨૦૧૮ની જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ૩૧ માર્ચ ૨૦૧૯ની ડેડલાઈન ટેસ્ટિંગ માટે આપેલી છે. ટેસ્ટિંગનું કામ પૂર્ણ કરે તો જ આ યોજના પૂર્ણ થાય તેમ પાલિકાએ જણાવ્યું હતું.
નવી યોજનાનું મોનિટરિંગ પણ એજન્સીએ પેટા કોન્ટ્રાક્ટરને આપી દીધું
હાલમાં ચાલી રહેલી અમૃત-૨ યોજનાના કામના સૃથળે સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા પીએમસીની એજન્સીના કોઈપણ એન્જીનીયર હાજર હતા નહીં. એજન્સીના મુખ્ય કોન્ટ્રાક્ટરે તે કામ થર્ડ પાર્ટીને સબલેટમાં આપી દીધું છે. પીએમસીનું કામ કરતી એજન્સી દિશા કન્સલ્ટન્સીના માલિક એ.આર.ગઢવીએ જણાવ્યું હતું કે, તેમણે પીએમસીનું કામ સબલેટમાં આપી દીધુ છે. તેમજ સરકાર દ્વારા આ કામના દેખરેખ અને મોનિટરિંગ જે એજન્સીને સોંપેલું છે તે એજન્સીએ પણ સબલેટમાં કવન નામના વ્યક્તિને કામ સોંપી દેવામાં આવ્યું છે. જેને લઈ હાલની યોજનાની કામગીરી સામે સવાલ ઉઠયા છે.
- ખીજરખાન પઠાણ, મહુધા નગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા
પાલિકાના પ્રમુખો, ચીફ ઓફિસરો, વહિવટદારો અને આવડત વગરના ઈજનેરોએ પ્રજાના પૈસા ગેરવલ્લે કર્યા