Get The App

શાળાના કમ્પાઉન્ડની જર્જરિત દીવાલ અને પાણીની ટાંકીથી અકસ્માતનું જોખમ

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
શાળાના કમ્પાઉન્ડની જર્જરિત દીવાલ અને પાણીની ટાંકીથી અકસ્માતનું જોખમ 1 - image


- ઠાસરાના બાધરપુરા ગામના વાલીઓમાં રોષ

- સરપંચની બેદરકારીથી કામ થતું નથી : મુખ્ય શિક્ષિકા રેલવેની હદના લીધે અમારે કશું કરવાનું થતું નથી : સરપંચ

ડાકોર : ઠાસરાની બાધરપુરા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ અને પાસેની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી ૨૯૩ વિદ્યાર્થીમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે પ્રાથમિક અધિકારીને રજૂઆત કરી છે અને સરપંચની બેદરકારીના લીધે કામ થતું નથી તેમ શાળાના મુખ્ય શિક્ષિકા કહી રહ્યા છે. જ્યારે સરપંચ રેલવેની હદ હોવાથી અમારે કશું કરવાનું થતું નથી તેમ જણાવી રહ્યા છે. વાલીઓમાં આ મામલે રોષે ભરાયા છે.

ઠાસરા તાલુકાની બાધરપુરા પ્રાથમિક શાળામાં ૨૯૩ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળાના કમ્પાઉન્ડ પાસે ટાંકી અને કમ્પાઉન્ડ વોલ ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં છે. ટાંકી તૂટી ગઈ હોવા છતાં ઉતારવાની કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી. બધારપુરા શાળાના બાળકો આ ટાંકી અને કમ્પાઉન્ડ વોલના બાજુમાં રમે છે અને અવરજવર પણ કરી રહ્યા છે. શાળાના મુખ્ય શિક્ષિકા દ્વાર તમામ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખીત જાણ કરી છે. ઘણા સમયથી આવી જર્જરિત અવસ્થામાં ટાંકી અને કમ્પાઉન્ડ વોલ પડુંપડું થઈ રહી છે. ત્યારે મુખ્ય શિક્ષિકા આ બાબતે ગામના સરપંચની બેદરકારીના લીધે આ કામ થતું નથી તેવુ જણાવી રહ્યા છે. 

આ બાબતે સરપંચ કભાઈભાઈએ કહ્યું હતું કે, અગાઉના સરપંચે ટાંકી તોડવાનું કામ કરાવ્યું હતું. પરંતુ, કોઈ કારણસર કામ અધુરું મૂકી અને કોન્ટ્રાક્ટર ચાલ્યા ગયા છે.  અને મારે સરપંચ બને બે વર્ષ થયા છે પણ રેલવેની હદ શાળાના ગેટ સુધી મારી હોવાથી અમારે કશું કરવાનું રહેતું નથી. કારણ કે, જે ટાંકી અને કમ્પાઉન્ડ વોલની દીવાલ વહે ત્યાં જ આંગણવાડીનો ઓરડો અને શાળાના બે ઓરડા છે. તે પણ રેલવેની હદમાં આવે છે. એટલે હવે અમારે શાળા માટે પણ સરકારમાં દરખાસ્ત કરવાની ફરજ પડેલી છે. જ્યારે બાધરપુરાના વાલીઓમાં ભારે રોસ જોવા મળી રહયો છે. ક્યારેક આ જર્જરિત ટાંકી અથવા કમ્પાઉન્ડ વોલ પડી અને બાળકોને નુકશાન થયું તો તેના જવાબદાર કોણ તેવા પ્રશ્નો વાલીઓ કરી રહ્યા છે. 


Google NewsGoogle News