ડાકોરમાંથી દબાણો દુર કરવા માંગણી ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન
- મુખ્ય માર્ગો પર દબાણોના કારણે રોડ સાંકળા બન્યા
- દબાણો દુર કરવા લેખિતમાં રજૂઆત કરાઇ, સત્વરે કાર્યવાહી કરવા માંગ
ડાકોર બસસ્ટેન્ડ વિસ્તારથી ત્રણે બાજુ દબાણને કારણે રોડ પર ટ્રાફિક વધી રહ્યો છે. કલાકો સુધી ઓતડા ચીતળા તાપમાં બસોમાં શેકાઈ ને બેસી રહેવું પડે છે . અરજદાર નરેશભાઈ સેવકના જણાવ્યા પ્રમાણે ડાકોર યાત્રાધામ છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશથી લોકો આ રોડ પર અવરજવર કરી છે.
ડાકોર સ્ટેટ હાઇવે આ રોડ પર હજારો લાખો લોકો આવતા હોય છે . રોડપર શટલીયા વાહનો પણ ભરેભીડ કરતા હોય છે પેસેન્જર ભરવા માટે જાહેર માર્ગ પર દાદાગીરીથી વાહનો મૂકી જતા રહે છે . જેને કારણે પણ ટ્રાફિક થાય છે.
આ બાબતે નાયબ કાર્યપાલક ઈંજનેર સોનીને પૂછતાં તેઓના જણાવ્યા પ્રમાણે તેની કચેરીએથી વારંવાર ડાકોર સીટી સર્વે સુપરિટેન્ડટને લેખીત જાણ કરી છે . તેવો લેન્ડરેકડમાંથી મકગ કરી આપે તો આગળની કાર્યવાહી દબાણ હટાવવાની થાય તેમ છે.