Get The App

નડિયાદ તાલુકાના મરીડામાં સ્મશાન જવાનો રસ્તો ખુલ્લો કરવા માગણી

Updated: May 17th, 2022


Google NewsGoogle News
નડિયાદ તાલુકાના મરીડામાં સ્મશાન જવાનો રસ્તો ખુલ્લો કરવા માગણી 1 - image


- દબાણ અંગે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત

- સરકારી કાંસ ઉપર ગેરકાયદે દુકાનો બાંધી દેવાને કારણે રસ્તો બંધ થતા હાલાકી વધી

નડિયાદ : નડિયાદ તાલુકાના મરીડા ગામે વાલ્મિકી સમાજના સ્મશાન તરફ જવાના રસ્તામાં દુકાનો બાંધી કરેલા દબાણ દૂર કરવા લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી છે. આ રસ્તા પરના દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવા સ્થાનિક રહીશોએ માંગણી કરી છે.

નડિયાદ તાલુકાના મરીડામાં રહેતા દિનેશચંદ્ર રાઠોડે કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મરીડા ગામે વણકર સમાજના કુવાવાળી જગ્યામાં ગામના કેટલાક  શખ્સોએ દબાણ કર્યું છે. સરકારી કાંસ ઉપર પરવાનગી વગર દુકાનોનું બાંધકામ થતા વાલ્મિકી સમાજના સ્મશાન તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. તેમજ આજુબાજુ રહેતા લોકો દ્વારા રસ્તામાં પાણી કાઢવામાં આવતું હોય રસ્તો સદંતર બંધ થઈ ગયો છે. 

વાલ્મિકી સમાજના સ્મશાન જવાના મૂળ રસ્તા પરથી હાથજ તરફની બસોની અવરજવર રહેતી હતી પરંતુ આ રસ્તામાં પાણીના કાંસ બનાવી દેતા પાણીમાં પડી અંતિમવિધિમાં જવું પડતું હોય છે. આ અંગે પ્રવાસી મંત્રી મનીષાબેન વકીલ તેમજ સામાજિક ન્યાય અધિકારીના મંત્રી તેમજ ગ્રામ પંચાયત ને રજૂઆત કરવા છતાં રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નથી. ત્યારે આ રસ્તામાં આવતા દબાણ દૂર કરી સ્મશાન જવાનો રસ્તો ખુલ્લો કરી આપવા માગણી કરી છે.


Google NewsGoogle News