Get The App

ડાકોર પાલિકાએ ગોમતી તળાવમાં બોટિંગ બંધ કરાવ્યુ

Updated: Oct 25th, 2022


Google News
Google News
ડાકોર પાલિકાએ ગોમતી તળાવમાં બોટિંગ બંધ કરાવ્યુ 1 - image


- નૌકાવીહાર એજન્સી દ્વારા કરાયેલુ દબાણ દૂર કરાયુ, હવે પગલા ભરાશે

ડાકોર : ડાકોર પાલિકાએ ગોમતી તળાવમાં બોટિંગ બંધ કરાવી નૌકાવીહાર એજન્સી દ્વારા કરાયેલુ દબાણ દૂર કરવામાં આવ્યુ છે. 

આ અંગેની વિગતો એવી છે કે ડાકોરના ગોમતી તળાવમાં નૌકાવીહારની સુવિધા પાલિકા દ્વારા બંધ કરવામાં આવી છે અને જય માતાજી નૌકાવીહાર એજન્સીનું દબાણ દૂર કરવામાં આવ્યુ છે. ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા પ્રમાણે ૧૧ માસ પહેલા ટેન્ડરપ્રક્રિયા કરી બોટિંગ માટે નૌકાવીહાર એજન્સીને કામ આપવા માટે કારોબારીમાં ઠરાવ કરાયો હતો. પરંતુ એજન્સી પાસે કોઈ પણ પ્રકારનું લાઇસન્સ ન હતું અને બોટિંગ ચલાવવાનો અનુભવનું પ્રમાણપત્ર પણ ખોટું રજૂ કરાયુ હતું. આ પ્રકારની ગેરરિતીઓ સામે આવતા અગાઉ કારોબારીમાં કરાયેલો ઠરાવ રદ કરવાના અધિનિયમની જોગવાઈ મુજબ ૨૫૮ કલમનો ઉપયોગ કરી પ્રાદાશિક કમિશ્નરમાં અપીલ કરવામાં આવી હતી. તેના આધારે પલિકા દ્વારા જય માતાજી નૌકાવીહાર બંધ કરી તેનું દબાણ દૂર કરવામાં આવ્યુ છે.

Tags :
Dakor-Municipalitystopped-boatingGomti-Lake

Google News
Google News