ખેડા જિલ્લાના ક્રિકેટર રુદ્ર પટેલનો ભારતની ટીમમાં સમાવેશ થયો

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
ખેડા જિલ્લાના ક્રિકેટર રુદ્ર પટેલનો ભારતની ટીમમાં સમાવેશ થયો 1 - image


- ક્રિકેટ અંડર 19 વર્લ્ડ કપમાં

નડિયાદ : ખેડા જિલ્લા ક્રિકેટ એસોસીએશનના ક્રિકેટર રૂદ્ર પટેલનો અંડર ૧૯ વર્લ્ડ કપની ઇન્ડિયા ટીમમાં પસંદગી થઈ છે જેથી ખેડા જિલ્લા ક્રિકેટ એસો. તેમજ જિલ્લાના ક્રિકેટ ચાહકોમાં આનંદની લાગણી વ્યાપી છે. બીસીસીઆઈ દ્વારા અગામી ૨૦૨૪ના વર્ષમાં અંડર વર્લ્ડ કપની ઇન્ડિયા ટીમમાં ખેડા જિલ્લા ક્રિકેટ એસો. નડિયાદ સાથે સાંકળાયેલા રુદ્ર મયુરભાઈ પટેલની ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. રુદ્ર પટેલ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ચપટીયાનો રહીશ છે. રુદ્ર પટેલ ત્રણ દેશની અંડર -૧૯ ક્રિકેટ મેચમાં ૭ મેચમાં ૫૭૫ રન કરી મેન ઓફ ધી સિરીઝ જાહેર થયો હતો. રુદ્ર એ છેલ્લા પાંચ વર્ષમાં ૭૦ થી વધુ ક્રિકેટ મેચમાં ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આમ રુદ્ર પટેલની વર્લ્ડ કપની ભારતની ટીમમાં પસંદગી થતા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.


Google NewsGoogle News