મહેમદાવાદના કેસરા ગામે શોભાયાત્રામાં ડીજે વગાડવાના મામલે મારામારી

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
મહેમદાવાદના કેસરા ગામે શોભાયાત્રામાં ડીજે વગાડવાના મામલે મારામારી 1 - image


- બે કોમના લોકો સામસામે આવી જતા તંગદિલી વ્યાપી

- શિવ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની યાત્રા મસ્જિદ પાસેની નીકળી હતી, આખરે સમાધાન થતા મામલો થાળે પડયો

નડિયાદ : મહેમદાવાદના કેસરા ગામમાં મંગળવારે કોમી ધિંગાણુ થતા રહી ગયું હતું. શોભાયાત્રામાં ડી.જે. વગાડવા મામલે બે કોમના લોકો સામસામે આવી ગયા હતા. જ્યાં માહોલ ગરમાયો હતો. પરંતુ બાદમાં આ મામલે સમાધાન થઈ ગયુ હતુ. જેના કારણે પોલીસ ફરીયાદ ન નોંધાઈ હોવાની વિગતો પોલીસ સૂત્રો તરફથી મળી છે.

મહેમદાવાદના કેસરા ગામમાં ૫ તારીખે મંગળવારના રોજ હિન્દુ આગેવાનો દ્વારા રેલી કઢાઈ હતી. કેસરા ગામમાં ઘોરેસ્વર મહાદેવના મંદિરની પ્રતિામાં ડી.જે. સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ડી.જે. વાગી રહ્યુ હતું. આ દરમિયાન ડી.જે. સાથેની રેલી ગામની મસ્જિદ પાસે પહોંચી હતી. જ્યાં ડી.જે.માં વાગતા ગીત મામલે હિન્દુ અને મુસ્લિસ સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હતી અને વાતાવરણ તંગદીલ બન્યુ હતુ. આ દરમિયાન સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જ્યાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, આ સમગ્ર મામલે સ્થાનિક અને પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને પક્ષ વચ્ચે સમાધાન થયુ હતુ. જેના કારણે પોલીસ ચોપડે કંઈ નોંધાયુ નથી.


Google NewsGoogle News