ચલણી નોટોના બંડલ બતાવી છેતરપિંડી કરતી અમદાવાદની છારા ગેંગનો પર્દાફાશ
- સોનાનો દોરો પડાવી ભાગી ગયા હતા
- નડિયાદ ટાઉન પોલીસે રિક્ષા સાથે બે આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો
નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તા.૧૪/૦૫/૨૦૨૪ ના રોજ દાખલ થયો હતો. જેમાં ફરીયાદી યુવક અને તેનો મિત્ર સંતરામ રોડ ઉપર કપડાની ખરીદી કરવા ગયેલા હતા.આ દરમ્યાન એક ઇસમ તથા એક બહેન ફરીયાદી પાસે આવી મારા શેઠ પાસેથી હુ પાર્સલ લઈ આવેલ છુ અને મારી પાસે ભાડાના પૈસા નથી તેમ કહી ભાડાના પૈસાની મદદ માંગવાના બહાને આવેલ ઈસમે પાર્સલમાં ૫૦૦ ના નોટોનુ બંડલ આપી ભાડાના પૈસા આપવાનુ જણાવી યુવક સાથે આરોપીઓએ છેતરપીડી કરી સોનાની ચેઇન પડાવી લઈ ફરાર થઈ ગયા હતા.
આ બાબતે ભોગ બનનાર યુવકે ફરીયાદીએ ફરીયાદ આપતા નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડએ ગુનાની ગંભીરતા દાખવી સર્વેલન્સ પોલીસે ગુનો ડીટેકટ કરવા તપાસ હાથ ધરી હતી. નડિયાદ ટાઉન સર્વેલન્સ સ્ટાફના માણસોએ નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમની મદદ લઈ પ્રથમ શંકાસ્પદ રીક્ષા નંબર મેળવ્યો હતો.જે રીક્ષા ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાતા રીક્ષા બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ સોર્સ આધારે પોલીસ માહિતી મેળવી વોચ ગોઠવી હતી.આ દરમ્યાન બાતમી મળેલ રીક્ષા લઈ પૈસાના બંડલ બતાવી કિંમતી વસ્તુઓ લઇ જતા ઇસમો તથા બહેન રીક્ષા લઈ તેઓ કબ્રસ્તાન ચોકડીથી સોની બજાર તરફ જનાર છે.
જે મળેલ બાતમી આધારે પોલીસે રીક્ષા લઈને આવેલ ઇસમને તથા તેની પાછળ બેઠેલ મહિલાને રોકી તેઓની અંગજડતી લેતા ચાલક પાસેથી સોનાની ચેઈન મળી આવેલ તથા ચાલક તથા પાછળ બેઠેલ મહિલા પાસેથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેથી પોલીસે ગુનાના કામે મોબાઈલ ફોન રીક્ષા તથા આરોપીઓ લઇ ગયેલ સોનાની ચેઇન કબ્જે કરી આરોપીઓની પુછપરછ કરતા તેઓએ ગુનાની કબુલાત કરી હતી તથા બીજા બે મુખ્ય આરોપીઓ સાથે મળી કાવતરૂ કરી પૈસા જેવા નોટોના બંડલો રસ્તે આવતા જતા ઇસમોને આપી તેઓની સાથે છેતરપીડી કરી સોનાના દાગીના કે કિંમતી ચીજવસ્તુઓ મળે તો લઇ રીક્ષામાં ભાગી જતા હોવાની કબુલાત કરેલ છે. તેમજ આરોપીઓની વધુ પુછપરછ કરતા આરોપી અગાઉથી જ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમજ આવા જ પ્રકારના ગુના કરવાની ટેવવાળા છે. આવા મિલકત સબંધી છેતરપીંડી કરતા રીઢા આરોપીની તપાસ કરી પોલીસે ગણતરી કલાકોમાં ગુનો ડીટેકટ કરવામાં સફળતા મેળવી છે.
આ આરોપીઓ ભેગા મળી કાવતરુ રચી રીક્ષા લઇ બહારના જીલ્લાઓમાં જઈ રસ્તે ચાલતા જતા રાહદારીઓને રોકી એડ્રેસ પુછવાના તથા ભાડાના પૈસાના માંગણી કરી પોતાની પાસે કાગળ તથા પુંઠામાંથી પૈસા જેવું બનાવેલ નોટોનું બંડલ હોવાનું બતાવી તે બંડલ આપી દેવાની લાલચ આપી સોનાની તથા અન્ય કિંમતી વસ્તુઓ લઇ જઇ નાસી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.