Get The App

અકસ્માતમાં બોરસદના ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
અકસ્માતમાં બોરસદના ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત 1 - image


- બોરસદ પાસે કાલોર માતાના મંદિર પાસે 

- અજાણ્યા વાહન ચાલકે યુવકને અડફેટે લીધો હતો. વાહન ચાલક સામે ફરિયાદ 

આણંદ : વાસદ તારાપુર હાઇવે ઉપર આવેલા બોરસદ નજીકના કાલોર માતાના મંદિર પાસે આશરે પાંચેક દિવસ પૂર્વે કોઈ અજાણ્યા વાહનની ટક્કરે બોરસદના યુવકનું ગંભીર ઇજાથી સારવારમાં મોત થયું હતું આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 

બોરસદના તોરણાવ માતા ખાતે રહેતો ૨૭ વર્ષીય વિજયભાઈ રમેશભાઈ સોલંકી ગત તારીખ ૨૦મીના રોજ સાંજના સુમારે વાસદ તારાપુર સ્ટેટ હાઇવે ઉપર આવેલા બોરસદ નજીકના કાલોર માતાના મંદિર પાસેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો. 

દરમિયાન વાસદ તરફથી પુરપાટ ઝડપે આવી ચડેલા અજાણ્યા વાહને તેને અડફેટે લઈ ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો. આ અકસ્માતમાં તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી દરમિયાન સ્થાનિકોએ ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ મોબાઈલ વાન મારફતે તેને સારવાર અર્થે બોરસદના સરકારી દવાખાનામાં લઈ જવાયો હતો જ્યાંથી તેને વધુ સારવાર અર્થે વડોદરા ની સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ગતરોજ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


Google NewsGoogle News