Get The App

તારાપુર હાઈવે પર રોન્ગ સાઈડ કારની ટક્કરે બાઈક ચાલકનું મોત

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
તારાપુર હાઈવે પર રોન્ગ સાઈડ કારની ટક્કરે બાઈક ચાલકનું મોત 1 - image


- ટ્રાફિક નિયમોનો ભંગ છતાં પોલીસ મૂકપ્રેક્ષક

- તારાપુર ચોકડીથી વાસદ તરફ રોન્ગ સાઈડ લક્ઝરી, એસટી બસોના લીધે અવાન નવાર થતાં અકસ્માત

તારાપુર : તારાપુર ચોકડીથી વાસદ તરફના હાઇવે પર રોન્ગ સાઇડે આવતી લકઝરી, એસટી બસો સહિતના નાના મોટા વાહનોથી અવાર નવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે હાઈવે પર રોન્ગ સાઈડ આવતી કારના ચાલકે બાઈકને ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી.

ગતરોજ રાત્રે અગિયારેક વાગ્યાના અરસામાં તારાપુર હાઈ-વે પરના ઓમ શાંતિ ભવન પાસે રોંગ સાઇડ પર આવતી એક ફોર વ્હીલર કારના ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક સવાર લખવીરસિંગ જીતસિંગ શીખ રહે. પંજાબને શરીરે ઓછાવત્તા પ્રમાણમાં ઇજાઓ થઇ હતી. જ્યારે હેપીસિંગ સતપાલસિંહ શીખને શરીર તથા માથામાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. સ્થાનિકો દ્વારા ૧૦૮ને જાણ કરી ઈજાગ્રસ્ત બાઈક ચાલકને કરમસદ મેડિકલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં  ગંભીર ઈજાગ્રસ્ત હેપીસિંગ સતપાલસિંહ શીખ રહે. પંજાબનું સારવાર દરિમયાન મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તારાપુર ચોકડી પરના સીએનજી પંપ આગળથી લકઝરી બસો તથા એસટી બસો રોન્ગ સાઇડ દોઢથી બે કિમી સુધી રાત્રીના અંધારામાં મામલતદાર કચેરી પાસેની હોટલો પર જતી હોય છે. નવાઈની વાત તો એ છે કે સરકારી બસો પણ સરકારના નિયમો તોડીને આ રસ્તેથી રોંગસાઈડ પર જાય છે. જેને લઇ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હોઇ કેટલાય લોકોના જીવ ગયા છે. ત્યારે રોંગ સાઇડ પરથી આવતા વાહનો બંધ કરાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.


Google NewsGoogle News