Get The App

કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત 1 - image


- કાલોલના મલાવ રોડ પર સતત બીજા દિવસે અકસ્માત

- મેદાપુર ગામનો યુવાન નાઈટ શિફ્ટમાં કામ કરી ઘરે પરત જતો હતો, બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો

કાલોલ : કાલોલ તાલુકા વિસ્તારમાં પાછલા બે દિવસથી અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. બે દિવસમાં ચાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.

કાલોલ તાલુકાના મલાવ રોડ સ્થિત મેદાપુર ગામનો વનરાજસિંહ દશરથસિંહ સોલંકી નામનો ૧૯ વર્ષીય યુવક રવિવારે સાંજે ઘેરથી મધવાસ નજીક આવેલા ખાનગી કંપનીમાં નાઈટ શિફ્ટ જવા માટે પોતાની મોટરસાયકલ પર નીકળ્યો હતો જે મેદાપુરથી મલાવ રોડ પર હાઈવે તરફ જતા જેતપુર બસસ્ટેન્ડ નજીકથી પસાર થતા સમયે સામેથી એક પૂરઝડપે અને ગફલતભરી રીતે કારના ચાલકે મોટરસાઇકલને અડફેટે લેતાં થયેલા અકસ્માતમાં મોટરસાઈકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો. 

જે અકસ્માતને પગલે મોટરસાયકલ ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળેથી આસપાસના રાહદારીઓએ તેને કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા યુવકનું મોત નીપજ્યું હતું. 

સમગ્ર અકસ્માત ઘટના અંગે મૃતકના પરિવારજનોએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાસ્થળેથી બિનવારસી હાલતમાં અકસ્માત સર્જાનાર કારનો કબજો મેળવીને કાર છોડીને ફરાર થઈ ગયેલા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News