દાહોદ જવાના માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
દાહોદ જવાના માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત 1 - image


- ગરબાડા તાલુકાના અભલોડ ગામે 

- બાઈક પર પાછળ બેઠેલા યુવાનને ઈજા, અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો

દાહોદ : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકને ગંભીર ઈજા થતાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને ગંભીર ઈજા પહોંચી હતી.

ગરબાડા તાલુકાના અભલોડ ગામે ઉમરીયા ફળિયામાં દાહોદ જતા રોડ પર ગઈકાલે રાત્રે ૮ વાગ્યાના સુમારે એક અજાણ્યા કાર ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે કાર હંકારી સામેથી આવતા ગડોઇ ગામના રેલ ફળિયામાં રહેતાં રતનભાઇ જહુભાઈ હઠીલા (ઉં.વ.૩૮)ની મોટરસાયકલને જોશભેર ટક્કર મારી કાર લઈને નાસી ગયો હતો. જેથી ચાલક રતનાભાઇ હઠીલાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થવા પામી હતી. તેમજ પાછળ બેસેલા વસનભાઈનો જમણો હાથ ભાંગી ગયો હતો, તથા શરીરે નાની મોટી ઇજાઓ થવા પામી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે જેસાવાડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રતનભાઇનું મોત નિપજ્યું હતું. આ સંબંધે જેસાવાડા પોલીસે અજાણ્યા કાર ચાલક   વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.


Google NewsGoogle News