ખેડા જિલ્લામાં 4,411 જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
ખેડા જિલ્લામાં 4,411 જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ 1 - image


- આચારસંહિતા સંદર્ભે કાર્યવાહી હાથ ધરાઈ

- જાહેર મિલકતો પરથી 3,618 અને ખાનગી મિલકતો પરથી 793 લખાણો દૂર કરાયા

નડિયાદ : લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે આચારસંહિતાના અમલ સંદર્ભે ખેડા જિલ્લામાં જાહેર અને ખાનગી મિલકતો પરથી ૪,૪૧૧ જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ હોવાનું જાણવા મળે છે.

ખેડા જિલ્લામાં આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ખેડા જિલ્લામાં આચારસંહિતાના અમલની સાથે જ જિલ્લાની જાહેર અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે તા.૧૯ માર્ચ ૨૦૨૪ સુધીમાં ખેડા જિલ્લાના તાલુકાઓમાં કુલ મળીને ૪,૪૧૧ જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે.

આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે જિલ્લામાં અત્યાર સુધીમાં જાહેર મિલકતો પરથી ૧૧૪૫ પોસ્ટર, ૫૯૨ બેનર અને અન્ય ૧૮૮૧ પ્રચારાત્મક સામગ્રીઓ મળી કુલ ૩,૬૧૮ પ્રચારાત્મક સામગ્રીઓ તથા ખાનગી મિલકતો પરથી ૨૫૭ પોસ્ટર, ૮૨ બેનર અને ૪૫૪ અન્ય મળી કુલ ૭૯૩ પ્રચારાત્મક લખાણો - રેખાંકનોને દૂર કરવામાં આવ્યા હોવાનું એમસીસીના નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેડાના નિયામક લલિતકુમાર પટેલે જણાવાયું છે.


Google NewsGoogle News