કપડવંજમાં સાગના લાકડામાંથી બનેલી માતાજીની માંડવીનું અનેરૂ આકર્ષણ
- સુથાર વડીલ બંધુઓ દ્વારા કોતરણી, નકશીકામ કરી બનાવી છે
- 25 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી તેમજ માંડવીના તમામ ભાગ આસાનીથી છૂટા પાડી શકાય છે
કપડવંજ : ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળે તેવી આ માતાજીની માંડવી સુથાર વાળાના ચકલા ના સ્થાનિક સુથારો દ્વારા બનાવાયેલ આ માંડવીની વિશેષતા એ છે કે વર્ષો પહેલા વસવાટ કરતા સુથાર વડીલ બંધુઓ દ્વારા સાગના લાકડામાંથી કોતરણી કરીને તેમજ નકશીકામ કરી બનાવેલી હતી. આ માંડવી લગભગ ૨૫ ફૂટ ઊંચી અને આઠ ફૂટ પહોળી તેમજ માંડવીના તમામ ભાગ આસાનીથી છૂટા પાડી શકાય તેવા છે. આ માંડવીમાં સિંહ, પરીઓ, હંસ, અલગ અલગ વાજીંત્ર વગાડતી સુંદર પૂતળીઓ દ્વારા માત્ર અડધો કલાકમાં જ આખી માંડવી અલગ અલગ ભાગોમાં જોડી ૨૫ ફૂટ ઊંચી કરી દેવાય છે. ઉપરાંત આ માંડવીને નવરાત્રીના નવ દિવસ રોશની તેમજ ફૂલોના હારથી શણગાર કરવાથી માંડવી વધુ દીપી ઊઠે છે. અને તેની ફરતે રૂમઝૂમ સંગીતના તાલે માતાજીના ગરબા રમાય છે.
આસપાસના વિસ્તારોના માતાજીના ભક્તો આ ઐતિહાસિક માંડવી ના દર્શન અર્થે દૂર દૂરથી આ માંડવીને જોવા તેમ જ દર્શન કરવા આવતા હોય છે. હાલમાં માત્ર સુથારવાડાના ચકલા ખાતે જ મુકાતી આ માંડવી અુત હોવાથી આકર્ષણ જન્માવે છે.
ઉપરાંત આ વર્ષે સુથારવાડાના ચકલા ખાતે માં અંબાની મોટી મૂત પણ મૂકવામાં આવી છે ઝગમગાટ કરતી આ મુત એ આકર્ષણ માં વધારો કર્યો છે ઉપરાંત ખેલૈયાઓ આ માંડવી ની ફરતે ગરબે ઘુમી નવ રાત્રી દરમિયાન અનેરો આનંદ માણતા નજરે ચઢે છે તેમજ માતાજીની મૂત ને માંડવી નો સૌ દર્શનનો લાભ સૌ કોઈ લઈ રહ્યા છે.