ખેડા જિલ્લાની પંચાયતોમાં વર્ગ-૩ના કર્મચારીઓની બદલી નહીં કરાતા રોષ

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
ખેડા જિલ્લાની પંચાયતોમાં વર્ગ-૩ના કર્મચારીઓની બદલી નહીં કરાતા રોષ 1 - image


- સરકારનો બદલીઓ કરવા આદેશ છતાં

- કપડવંજ સહિતની તાલુકા પંચાયતોની કચેરીઓમાં વર્ષોથી એક જ જગ્યાએ કર્મચારીઓ સ્થાઈ થયા

કપડવંજ : સરકારમાંથી પરિપત્ર મારફતે કલેક્ટર અને મામલતદાર કચેરીઓમાં એક જ જગ્યાએ કામ કરતા કર્મચારીઓની બદલીની કાર્યવાહી કરવા આદેશ કરાયો હતો. છતાં કપડવંજ સહિત ખેડા જિલ્લાની તાલુકા પંચાયતોમાં વર્ગ ત્રણના કર્મચારીઓની ઘણા વર્ષોથી બદલી કરાઈ જ નથી. ત્યારે આચારસંહિતા હટી ગઈ હોવાથી ત્વરિત બદલીઓ કરાય તેવી માંગણી ઉઠી છે.

ખેડા જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં સરકારના પરિપત્રના નિયમો અનુસાર વર્ગ ત્રણના કર્મચારીઓની બદલી દર ત્રણ કે પાંચ વર્ષ સુધીમાં કરવાની હોય છે. છતાંય ઘણા વર્ષો વીતિ ગયા છતાં વર્ગ ત્રણના કર્મચારીઓની બદલીઓ નહીં કરાતા ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વર્ગ ત્રણના કર્મચારીઓની કપડવંજ સહિત ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં જે કર્મચારીઓની બદલીઓ ત્રણ કે પાંચ વર્ષ સુધીમાં ન થઈ હોય તેવા કર્મચારીઓની યોગ્ય તપાસ કરી બદલી માટેની કાર્યવાહી કરવામાં આવે આ બાબતે ગાંધીનગર જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન- નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના કાર્યાલય દ્વારા તા. ૨૪ મે ૨૦૨૩ના રોજ અન્ન અને નાગરિક પુરવઠા સાથે સંકળાયેલા નાયાબ મામલતદાર, કારકુન, ડેટા એન્ટ્રી ઓપરેટર કે જેઓ ત્રણ વર્ષથી વધુ સમયથી કલેકટર કે મામલતદાર સહિતની કચેરીઓએ એક જગ્યાએ કામ કરતા હોય તેવા તમામ કર્મચારીઓની જન હિતમાં અન્યત્ર બદલવા નિયમો અનુસાર કાર્યવાહી કરવા તમામ કલેકટરને પત્ર ક્રમાક ૨૨૫૨/૨૦૨૩થી આદેશ કરવામાં આવ્યો હતો. છતાં આદેશનું પાલન કરાયું નથી. ત્યારે ભ્રષ્ટાચારને ડામવાના આશયથી વર્ષોથી એક જ જગ્યાએ સ્થાયી થયેલા કર્મચારીઓની વહેલી તકે બદલી કરાય તેવી માંગણી ઉઠી છે. 

આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી એસ.બી. વસાવાએ જણાવ્યું હતું કે, આચારસંહિતા અમલી હતી, આચારસંહિતા હટી એટલે આ મુદ્દે નિણર્ય કરાશે તેવી ખાત્રી આપી હતી. ત્યારે હવે આચારસંહિતા પણ હટી ગઈ છે. તો તે બાબતે યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગણી કરાઈ છે.


Google NewsGoogle News