ડાકોર મંદિર દ્વારા અચાનક પરિક્રમા માર્ગ બંધ કરી દેવાતા શ્રધ્ધાળુઓમાં નારાજગી
- કોઇ પણ જાહેરાત કર્યા વગર માર્ગ બંધ કરાયો
- વ્યવસ્થાના ભાગરૂપે માર્ગ બંધ કર્યો હોવાનો મંદિરના જવાબદારોનો દાવો
ડાકોર : યાત્રાધામ ડાકોર મંદિર દ્વારા અચાનક પરિક્રમા માર્ગ બંધ કરી દેવામાં આવતા શ્રધ્ધાળુઓમાં નારાજગી વ્યાપી છે. ધજા ચડાવવા કે દર્શન કરવા અથવા અન્ય કારણો સર આવતા શ્રધ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાકોર મંદિર દ્વારા આજે કોઇ પણ જાહેરાત કર્યા વગર પરિક્રમા માર્ગ એકાએક બંધ કરાતા ભકતોમાં નારાજગીનો સૂર ઉઠયો હતો અને ગઇકાલે રણછોડજી મંદિરનો ૨૫૨મો પાટોત્સવ ઉજવાયો હતો. જેમાં ભકતોની ભારે ભીડ ઉમટી હતી.
જેથી ડાકોર ટેમ્પલ કમિટીના વહીવટકર્તાઓએ આજે અચાનક પરિક્રમા માર્ગના દરવાજા બંધ કરી દીધા છે.
ધજા લઇને આવતા સંઘો અને ભકતો મોટી સંખ્યામાં પ્રદક્ષિણા કરતા હોય છે માર્ગને લઇને ભકતોમાં રોષ ફેલાયો છે.વ્યવસ્થાના ભાગરૂપે પરિક્રમા માર્ગ બંધ કર્યો હોવાનું મંદિરના જવાબદારોએ જણાવ્યું હતું.