કનીજ રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા આધેડનું મોત
નડિયાદ : કનીજ અને બારેજડી રેલવે સ્ટેશનની વચ્ચે તા. ૫ એપ્રિલના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યે વડોદરા-અમદાવાદ ડાઉન મેમુ ટ્રેનની અડફેટે આવી જતા ૪૦ વર્ષના આશરાના એક અજાણ્યા વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં નડિયાદ રેલવે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.