કાજીપુરા ગામ પાસે વાહનની અડફેટે અજાણ્યા પુરૂષનું મોત

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
કાજીપુરા ગામ પાસે વાહનની અડફેટે અજાણ્યા પુરૂષનું મોત 1 - image


નડિયાદ : નેશનલ હાઇવે નં.-૪૮ કાજીપુરા નજીકથી પસાર થતાં અજાણ્યા પુરુષનું અજાણ્યા વાહનની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નેશનલ હાઇવે નં.-૪૮ કાજીપુરા સીમ નજીક ગઈકાલે સાંજે ૫ વાગ્યાના સુમારે એક અજાણ્યો પુરુષ હાઇવે પરથી પસાર થતો હતો. ત્યારે પૂરઝડપે આવેલા અજાણ્યા વાહને ટક્કર મારતા રાહદારી પુરુષનું ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અજાણ્યો પુરુષ ૩૫થી ૪૦ વર્ષના આશરાનો બે વર્ષથી છૂટક મજૂરી કરતો હતો તેનું કોઈ ચોક્કસ રહેઠાણ ન હતું. આ અંગેની જાણ થતા હાઇવે પેટ્રોલિંગની એમ્બ્યુલન્સ મારફતે મૃતકની લાશને ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા લાશને પીએમ રૂમમાં રાખવામાં આવેલી છે. આ બનાવ અંગે પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાએ ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News