Get The App

આણંદની ચિખોદરા ચોકડી નજીક વાહનની ટક્કરે અજાણ્યા પુરૂષનું મોત

Updated: Jun 17th, 2024


Google News
Google News
આણંદની ચિખોદરા ચોકડી નજીક વાહનની ટક્કરે અજાણ્યા પુરૂષનું મોત 1 - image


- આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ

- ૬૦ વર્ષના ભિક્ષુક જેવા દેખાતા અજાણ્યા પુરૂષનું વડોદરા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું

આણંદ : આણંદ શહેરની ચિખોદરા ચોકડી નજીકના પાર્ટી પ્લોટ સામેના રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે એક ભિક્ષુક જેવા પુરુષને અડફેટે લેતા ગંભીર ઈજાઓને પગલે તેનું સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યું હતું.

આણંદ શહેરની ચિખોદરા ચોકડી નજીક ઉમંગ પાર્ટી પ્લોટ સામે ગત તા.૧૪મી જૂન ૨૦૨૪ના રાત્રિના સુમારે કોઈ અજાણ્યા કાર ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી લાવી ૫૫ થી ૬૦ વર્ષના આશરાના ભિક્ષુક જેવા અજાણ્યા પુરુષને ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. ૧૦૮ની ટીમે ઈજાગ્રસ્તને તુરત જ સારવાર અર્થે આણંદની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. દરમ્યાન ઈજાગ્રસ્ત ભિક્ષુક જેવા પુરુષનું સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રમેશભાઈ ભાથીભાઈ પરમારે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ તપાસ હાથ ધરી છે.

Tags :
AnandChikhodara-Chowkdivehicledied

Google News
Google News