બાલાસિનોરમાંથી 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડાતા કાર્યવાહી
- પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વેપારીઓમાં ફફડાટ
- પાલિકાની ટીમે દંડનીય કાર્યવાહી ન કરી પણ 40 જેટલી દુકાનો અને લારી ગલ્લાને સ્વચ્છતા જાળવવા સૂચના આપી
બાલાસિનોર : બાલાસિનોર નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વેપારીઓ અને લારીઓ ઉપર તપાસ કરવામાં આવી હતી. જેમાં ૬ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી કાર્યવાહી કરાઇ હતી. નગરપાલિકાના ચેકિંગને પગલે પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
બાલાસિનોરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વેપારીઓ સામે તપાસ કરવામાં આવી હતી. બાલાસિનોર નગરપાલિકાનાની ટીમે શહેરમાં ૪૦ જેટલી દુકાનો અને લારી ગલ્લાઓમાં તપાસ કરી હતી. આ જગ્યાઓ ઉપરથી છ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા જપ્ત કરી લેવામાં આવ્યો હતો. સાથે જ વેપારીઓને સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલા પ્લાસ્ટિકનો જથ્થો ઉપયોગ ન કરવા સૂચનાઓ પણ અપાઈ હતી. નગરપાલિકાએ હાલ કોઈ દંડનીય કાર્યવાહી કરી ન હતી. પરંતુ સ્વચ્છતા જળવાઈ રહે તે
માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા તાકિદ કરાઈ હતી. બાલાસિનોરમાં નગરપાલિકાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.