કપડવંજમાં મહિલા સાથેના દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની કેદ
- ખેતરમાં મહિલાની એકલતાનો લાભ લઇ અધમકૃત્ય કર્યું હતું
- સેશન્સ કોર્ટે આરોપીને કેદ ઉપરાંત 25 હજારનો દંડ પણ ફટકાર્યો
કપડવંજના બાથાનાકુવા ગામની સીમમાં એક મહિલા પોતાના કરકરીયાવાળા નામથી ઓળખાતા ખેતરમાં ૧૫ જાન્યુઆરી, ૨૦૨૦ના દિવસે સાંજના સુમારે લાકડા વીણતા હતા. તે વખતે તેઓ એકલા હોય, તેનો લાભ લઈ આરોપી શૈલેષ ઉર્ફે બોબડો સોલંકીએ મહિલાની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ.
ત્યારબાદ તેની આ કાળી કરતૂત અંગે તે કોઈને જણાવે તો તેની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે મહિલાએ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે દુષ્કર્મની ફરીયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસ તપાસ બાદ કપડવંજના સેશન્સ જજ કે.એસ.પટેલની કોર્ટમાં આ મેટર ચાલી ગઈ હતી.
જ્યાં મદદનીશ વકીલ મિનેશ આર. પટેલની દલીલો અને ૧૨ જેટલા સાહેદોના પુરાવા અને ૧૮ થી વધુ દસ્તાવેજી પુરાવા સહિત મેડીકલ એવીડન્સ ઘ્યાને લઈ કપડવંજની સેશન્સ કોર્ટે આરોપી શૈલેષને ૧૦ વર્ષની કેદ ફટકારી છે. જ્યારે ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે.