Get The App

આત્મહત્યા માટે ગયેલી વીરપુરના કોયડમની વૃદ્ધાને અભયમે બચાવી

Updated: May 6th, 2024


Google NewsGoogle News
આત્મહત્યા માટે ગયેલી વીરપુરના કોયડમની વૃદ્ધાને અભયમે બચાવી 1 - image


- મહીસાગરના ખાનપુરના દેગમડા મહી બ્રિજ ઉપર

- દીકરા- દીકરીઓ ત્રાસ આપી રાખવા તૈયાર ન હતા  વૃદ્ધાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયો

વીરપુર : વીરપુરના કોયડમ ગામની વૃદ્ધાને દીકરા કે દીકરીઓ રાખતું ન હતું અને ઘરમાં અસહ્ય ત્રાસ આપતા હતા. અંતે વૃદ્ધા કંટાળીને દેગમડા બ્રિજે આત્મહત્યા કરવા ગઈ હતી. ત્યારે અભયમની ટીમે તેમનું કાઉન્સેલિંગ કરી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવી વૃદ્ધાનો જીવ બચાવી લીધો હતો.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના દેગમડા મહીંબ્રિજ ઉપર વીરપુર તાલુકાના કોયડમ ગામની ૬૦ વર્ષીય વૃદ્ધા આત્મહત્યા કરવા જતા સ્થાનિક લોકોએ મહિલા હેલ્પલાઇન ૧૮૧માં કોલ કરીને મદદ માંગી હતી. 

તે સમયે અભયમ ટીમને આપેલ સરનામે ટીમ તત્કાલીન સ્થળ ઉપર પહોંચી હતી અને વૃદ્ધાને બચાવી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વૃદ્ધા સાથે પ્રાથમિક માહિતીની પૂછપરછ કરતા જણાવેલું કે, તે વીરપુર તાલુકાના કોયડમ ગામની છે અને તેને બે છોકરા અને પાંચ છોકરીઓ પણ છે,પણ તેને કોઈપણ રાખવા કે ખાવા પીવાનું આપતાં નથી અને અસહ્ય ત્રાસ આપતાં હતા. 

જેથી મહિલા આ ત્રાસથી કંટાળીને મહીસાગર પુલ પર મરવા માટે આવેલ હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે વૃદ્ધાની દીકરીનો સંપર્ક કરતા તેઓએ તેની માતાને રાખવાની ના પાડી હતી. તેથી મહિલા હેલ્પલાઇન ટીમે આ વૃદ્વ મહિલા સુરક્ષિત રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવેલો હતો અને આમ મહિલા અભયમ ટીમે વૃદ્ધાનો જીવ બચાવી લીધો હતો.


Google NewsGoogle News