ખેડા ચોકડી પર રોડ ક્રોસ કરતા યુવકનું ટ્રકની અડફેટે મોત

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
ખેડા ચોકડી પર રોડ ક્રોસ કરતા યુવકનું ટ્રકની અડફેટે મોત 1 - image


- હરિયાણા તરફથી આવતી ટ્રક યુવક ઉપર ફરી વળી

- ખેડા તથા અમદાવાદમાં સારવાર આપ્યા બાદ પણ યુવકે દમ તોડયો : ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો  

નડિયાદ : ખેડા ચોકડી પર રોડ ક્રોસ કરતા યુવાનને ટ્રકે અડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી. ઈજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા કેમ્પમાં રહેતા આશિક રોશનભાઇ મિરાસી ખેડા ચોકડી પર રોડ ક્રોસ કરતા હતા. ત્યારે હરિયાણા તરફથી પૂરઝડપે આવેલા ટ્રકે અડફેટે લેતાં યુવક પરથી ટ્રક ફરી વળતાં ગંભીર ઇજા થઇ હતી.

અકસ્માત સર્જી ટ્રકચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો. આ અંગેની જાણ થતાં હસન મિરાસી ઈજાગ્રસ્તને તુરંત જ ૧૦૮ મારફત ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં યુવકની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે આશિકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યાં મોડીરાત્રે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે હસન ઉર્ફે મુનાફ રોશનભાઇ મીરાશીએ ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News