Get The App

અમેરિકામાં નડિયાદના યુવકનું 46 દિવસ લાંબી સારવાર બાદ મોત

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
અમેરિકામાં નડિયાદના યુવકનું 46 દિવસ લાંબી સારવાર બાદ મોત 1 - image


- અમેરિકામાં અજાણ્યા લોકોએ ગોળી મારી હતી

- મુળ નડિયાદનો યુવક અમેરિકામાં સ્થાયી થયો હતો, પરિવારમાં શોકની લાગણી

નડિયાદ : મુળ નડિયાદના અને વર્ષોથી અમેરિકામાં સ્થાઈ થયેલા યુવક પર અજાણ્યા લોકોએ યુવકના ઘરની પાસે જ રિવોલ્વરથી લૂંટના ઇરાદે ગોળી મારી હતી. આ હુમલામાં યુવકે લાંબી સારવાર બાદ આજરોજ દમ તોડયો છે. 

મુળ નડિયાદના વતની શૈલેષભાઇ મેનગરના પુત્ર ઉજાસ છેલ્લા કેટલાય સમયથી અમેરિકાના નોર્થકોરોલીના સ્ટેટના ગ્રીન બોરો સીટીમાં રહેતા હતા. ૪૬ દિવસ અગાઉ ઉજાસ પોતાના ઘરેથી કારમાં ઉતરતા હતા.  આ સમયે એકાએક આવેલા શખ્સોએ તેમને ઘેરી લઈ અને ઉજાસ કાઈ? સમજે તે પહેલા જ આ અજાણ્યા લોકોએ રીવોલ્વરથી ગોળીબાર કર્યો હતો. જેથી ગોળી ઉજાસના પેટમાં વાગી હતી. ત્યાર બાદ અજાણ્યા લોકો ત્યાંથી નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ ઉજસને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે લાંબી સારવાર બાદ ઉજાસનુ કરૂણ મોત નિપજયું છે. આ બનાવથી પરિવારના સભ્યોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


Google NewsGoogle News