Get The App

ખેડા પાસે સંધાણા બ્રિજ પર પતંગની દોરીથી ગળું કપાઇ જતા યુવકનું મોત

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
ખેડા પાસે સંધાણા બ્રિજ પર પતંગની દોરીથી ગળું કપાઇ જતા યુવકનું મોત 1 - image


- ઉત્તરાયણ પહેલાં જ ચાઇનીઝ દોરીએ યુવકનો ભોગ લીધો

- બાધા પૂરી કરવા બાઈક પર પત્ની અને બાળક સાથે ડભાણ ગામે જતો હતો ત્યારે દુર્ઘટના બની

નડિયાદ : નેશનલ હાઇવે નં.૪૮ પર ખેડા પાસેના સંધાણા નજીકથી પસાર થતાં બાઈક ચાલકના ગળામાં પતંગની દોરી ફસાતા ગળું કપાઈ જતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે  જ મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની અને બાળકનો આબાદ બચાવ થયો હતો. બનાવને પગલે રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.યુવક જેતલપુરમાં રામેશ્વરી ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો.

અમદાવાદના જેતલપુરમાં રહેતા સાગરકુમાર રાજુભાઈ રાવળ (ઉં.વ.૨૬) શનિવારે બપોરે મોટરસાયકલ પર પત્ની અને અઢી વર્ષના બાળકને લઈ પોતાના વતન નડિયાદ પાસેના ડભાણ ખાતે બાધા પૂરી કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન  સંધાણા રોડ બ્રિજ નજીકથી પસાર થતાં હતાં, ત્યારે અચાનક બાઈક ચાલકના ગળામાં પતંગની દોરી ભરાઈ જતાં લોહીલુહાણ હાલતમાં તે રોડ પર પટકાયા હતા. તેમજ દોરીથી ગળું કપાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.  જ્યારે પાછળ બેઠેલાં પત્ની અને બાળકનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતા આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમજ બનાવની જાણ માતર પોલીસ સ્ટેશનને થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ પંચનામું કરવા કાર્યવાહી હાથ ધરી હતી.  ત્યારે ઉત્તરાયણ પહેલાં જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ પત્ની અને બાળકની નજર સામે જ યુવકનો ભોગ લેતાં બન્ને નોધારા બન્યાં છે.


Google NewsGoogle News