Get The App

રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં બાઈક ખાબકતાં યુવાનનું મોત

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં બાઈક ખાબકતાં યુવાનનું મોત 1 - image


દાહોદ : ગત તારીખ ૨૧મી ઓક્ટોબરના રોજ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે રહેતા પ્રભાતભાઈ સુરેશભાઈ કટારા અને તેમની સાથે સુરેશભાઈ એમ બંને જણા એક મોટર સાયકલ પર સવાર થઈ આફવા ગામની હદમાં પસાર થતા પાકા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પ્રભાતભાઈએ મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતા મોટરસાયકલ રસ્તાની બાજુમાં આવેલ પુલિયાના ખાડામાં ખાબકી ગઈ હતી.જેને પગલે પ્રભાતભાઈ તેમજ પાછળ બેઠેલા સુરેશભાઈને શરીરે હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા બંનેને નજીકના સ્થાનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સુરેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 

આ સંબંધે સાગડાપાડા ગામે તળગામ ફળિયામાં રહેતા પર્વતભાઈ દીતાભાઈ ભેદીએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News