પૂરઝડપે દોડતી કારની ટક્કરે બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે મોત
- દેવગઢ બારીઆ તાલુકાના નાના પુવાળા ગામે
- અન્ય યુવાનને ગંભીર ઈજા, કાર ચાલક સામે ગુનો દાખલ
ગત તા.૯ ડિસેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના નાના પુવાળા ગામે સફારી પેટ્રોલ પંપની સામે રોડ ઉપર એક ઓમની વાનના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી બુલેટ મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા રણજીતભાઈ રામસીંગભાઈ બારીઆ તથા તેમની સાથે મયંકભાઈ અજમેલભાઈ બારીઆ (બંન્ને રહે. કેલીયા, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નાની મોટરસાઈકલને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં બંન્ને યુવકો મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે રણજીતભાઈને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું જ્યારે મયંકભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે દેવગઢ બારીઆ તાલુકાના કેલીયા ગામે નિશાળ ફળિયામાં રહેતાં રામસીંગભાઈ છગનભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.