કારની ટક્કરે બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે મોત
- પાદરા તાલુકાના સાધી-રણુ રોડ પર
- ભાણેજને ગંભીર ઈજા થતાં સારવાર માટે વડોદરા ખસેડાયો, અકસ્માત બાદ ચાલક કાર મૂકી નાસી ગયો
પાદરા તાલુકાના રણુ ગામે રેલવે સ્ટેશન પાસે રહેતા નીતિનભાઈ વિજયભાઈ પરમાર, તેના મોટાભાઈ દશરથભાઈ અને ભાણેજ અમીત સાથે બાઈક પર આંતી ગામે બકરા લેવા માટે ગયા હતાં. જ્યાંથી પરત ફરતાં સમયે સાધી ગામની આગળ રણું ગામ તરફ પહોંચતા સામેથી આવતી કારના ચાલકે નીતિનભાઈની બાઈકને અડફેટે લેતાં બાઈક સવાર ત્રણેય રોડ પર પટકાયા હતાં. જેમાં મોટાભાઈ દશરથભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અમિતને ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. જ્યારે પોલીસને બનાવ અંગે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવાનની લાશને પાદરા સરકારી દવાખાને ખસેડી પી.એમ માટે તજવીજ હાથ ધરી હતી.
જ્યારે અકસ્માત બાદ કારચાલક કાર સ્થળ પર મૂકી નાસી ગયો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતાં.