નડિયાદ શહેરમાં સામાન્ય તકરારમાં પડોશીએ મહિલાનો કાન કાપી નાખ્યો
- મહિલાને અમદાવાદ સિવિલ ખસેડાઈ
- પિયર આવેલી મહિલા અને તેના સબંધીઓ પર હુમલો કરનારા 4 પડોશી વિરૂદ્ધ ફરિયાદ
નડિયાદના જવાહરનગરમાં આવેલા ડબ્બાવાસમાં રહેતા ૩૦ વષય ભાવનાબેનના અમદાવાદ લગ્ન થયા હતા. દિવાળી સમયે તેઓ પતિ સાથે નડિયાદ પિયરમાં આવ્યા હતા. ગતરોજ તેઓ નાસ્તો કરી પોતાના ઘર પાસે આવ્યા હતા. તે વખતે પડોશમાંથી ગજરાબેન ચૌહાણ તેમની પાસે પહોંચ્યા હતા અને ભાવનાબેનના પતિ વિજયભાઈ સાથે ઝઘડો કરતા હતા. આ સમયે ગજરાબેને ભાવનાને લાફા મારી દીધા હતા. મામલો વધુ બિચકતા ગજરાબેનના પક્ષે પપ્પુ ચૌહાણ, અર્જુન ચૌહાણ અને આશાબેન ચૌહાણ આવી પહોંચ્યા હતા. આ મારામારી દરમિયાન પપ્પુ છરી લઈ આવ્યો હતો અને ભાવનાબેનનો કાન પકડી અને કાપી નાખ્યો હતો. આ ચારેય ઈસમોએ ભાવનાબેન અને તેમના સબંધીઓને માર માર્યો હતો. ભાવનાબેનનો કાન કપાઈ અને નીચે પડયો હતો. જેથી તેમને હાલ અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા છે. આ મામલે તેમણે ગજરાબેન, અર્જુનભાઈ, પપ્પુભાઈ અને આશાબેન સામે નડિયાદ ટાઉન મથકે ગુનો નોંધાવ્યો છે.