Get The App

ખલાડી ગ્રામપંચાયતના વોટર વર્ક્સની દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
ખલાડી ગ્રામપંચાયતના વોટર વર્ક્સની દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત 1 - image


- સારવાર દરમિયાન અમદાવાદ સિવિલમાં મૃત્યુ

- વહેલી સવારે મહિલા ખેતરે જતી હતી ત્યારે જર્જરિત દીવાલ ધડાકાભેર તૂટી પડી


મહુધા : મહુધા તાલુકાના ખલાડી ગામે વોટર વર્ક્સની જર્જરિત દીવાલ તૂટી પડતા આધેડ મહિલાનું સારવાર દરમ્યાન અમદાવાદ સિવિલમાં મોત નિપજ્યું છે.

મહુધા તાલુકાના ખલાડી ગામે કડી ગામ તરફના રસ્તા ઉપર મંદિર આવેલું છે. મંદિરની બાજુમાં ગ્રામ પંચાયતનું જૂનું પાણી વિતરણ માટેનો બોર આવેલો છે. વહેલી સવારે પોતાના ખેતરમાં જવા માટે ગામના આંનદીબેન રઈજીભાઈ પરમાર બોર પાસેથી પસાર થતા હતા ત્યારે જર્જરિત દીવાલ ધડકાભેર તૂટી પડતા મહિલા દીવાલ નીચે દટાઈ ગયા હતા. અચાનક બૂમાબૂમના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહિલાને નડિયાદ અને બાદમાં કરમસદ અને વધુ ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે તાલુકા તંત્ર હરકતમાં આવ્યું હતું.


Google NewsGoogle News