ખેડા લોકસભા બેઠક માટે 7 ઉમેદવારો દ્વારા કુલ 9 ફોર્મ ભરાયા
- ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે
- અત્યાર સુધીમાં કુલ 14 ઉમેદવારોએ 25 ફોર્મ ભર્યા, આજે ફોર્મ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થશે
૧૭-ખેડા લોકસભા બેઠક પરથી ૧૯ એપ્રિલ, ૨૦૨૪ના રોજ ચંદ્રશેખરસિંહ ડાભી દ્વારા ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી ૨ ફોર્મ, કાદરી મોહંમદ સાબીરે ભારતીય જનનાયક પાર્ટીમાંથી ૨ ફોર્મ, દશરથભાઈ હરજીવનભાઈ કાંટિયાએ ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીમાંથી, દેવુસિંહ ચૌહાણે ભારતીય જનતા પાર્ટીમાંથી, કાળાભાઈ ડાભીએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, ભાઈલાલભાઈ પાંડવે બહુજન સમાજ પાર્ટીમાંથી અને સંજયકુમાર પર્વતસિંહ સોઢા દ્વારા અપક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યું હતું.
આમ તા. ૧૬ એપ્રિલથી ૧૯ એપ્રિલ સુધી ખેડા લોકસભા બેઠક માટે કુલ ૧૪ ઉમેદવારો દ્વારા કુલ ૨૫ ફોર્મ ભરવામાં આવ્યા છે. આજે ૨૦ એપ્રિલને શુક્રવારે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવનાર છે અને ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૨ એપ્રિલ છે. ત્યારબાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. અત્યાર સુધી અનિલકુમાર પટેલે રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટીમાંથી, ઉપેન્દ્રકુમાર વલ્લભભાઈ પટેલે અપક્ષ તરીકે, દેવુસિંહ ચૌહાણે ભાજપમાંથી, અપુર્વ પટેલે ભાજપમાંથી ડમી તરીકે, ભાઈલાલભાઈ કાળુભાઈ પાંડવે બહુજન સમાજ પાર્ટી, કાળુસિંહ ડાભીએ કોંગ્રેસ, કમલેશભાઈ પોપટભાઈ પટેલે ભારતીય જન પરીષદ, હિતેશકુમાર પરસોત્તમભાઈ પરમાર અપક્ષ, ઈન્દિરાદેવી હિરાલાલ વોરાએ ગરીબ કલ્યાણ પાર્ટી, ઈમરાનભાઈ વાંકાવાલાએ રાઈટ ટુ રીકોલ પાર્ટી, ચંદ્રશેખર ડાભીએ કોંગ્રેસમાંથી ડમી, કાદરી મહોમ્મદ ડાભીએ ભારતીય જન નાયક પાર્ટીમાંથી, દશરથભાઈ હરજીવનભાઈ કાંતિયાએ ન્યુ ઈન્ડિયા યુનાટેડ પાર્ટી અને સોઢા સંજયકુમાર પર્વતસિંહે અપક્ષ તરીકે દાવેદારી કરી છે.