Get The App

પેટલાદના બાંધણી ગામે વીજળી પડતા કિશોરનું મોત

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
પેટલાદના બાંધણી ગામે વીજળી પડતા કિશોરનું મોત 1 - image


આણંદ : આણંદ જિલ્લામાં આજે સવારના સુમારે ગાજવીજ સાથે   જોરદાર વરસાદ વરસ્યો હતો. જેમાં પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી ખાતે આવેલ એક ઘરની ઓસરીમાં હાજર એક કિશોર ઉપર વીજળી પડતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. બાંધણી ચોકડી ખાતે રહેતા અને માર્બલનો વ્યવસાય કરતા પરિવારનો ૧૫ વર્ષીય કિશોર મયંક વીજળી પડતા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેને સારવાર અર્થે કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મહેળાવ પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી છે.

આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે આજે સવારના સુમારે વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર કમોસમી વરસાદ વરસ્યો હતો. સાથે સાથે તેજ ઠંડા પવનો ફુંકાતા જિલ્લામાં શીત લહેર ફરી વળી છે અને લોકોને ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી હતી.


Google NewsGoogle News