ફેરકૂવા પાસે બાઇક સ્લિપ થતાં ઠાસરાના શિક્ષકનું મોત નિપજ્યું
- શિક્ષક ડભાલી ગ્રા.પ.ની દાતરડી શાળામાં ફરજ બજાવતો હતો
- રસ્તામાં વાહન આગળ એકાએક કોઇ પ્રાણી આવી જતાં બ્રેક મારતા વાહન સ્લિપ થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ
ત્યારે આજે શનિવારે ફેરકુવા રાજ્ય ધોરી માર્ગ ઉપર વાહન આગળ એકાએક કોઇ પશુ-પ્રાણી આવી જતાં તેને બચાવવા જતાં બ્રેક મારી હતી. એકાએક વાહનને બ્રેક મારવાને કારણે બાઇક સ્લિપ થઇ જતાં શિક્ષકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
ઠાસરામાં રેલવે સ્ટેશનની સામે આવેલી દિવ્ય શાંતિ સોસાયટીમાં રહેતા અને ગળતેશ્વર ખાતેની ડભાલી ગ્રામ પંચાયતના પેટા ગામ દાતરડી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. શનિવારે સવારે તેઓ નિત્યક્રમ અનુસાર શાળાએ જવા માટે નિકળ્યા હતા. ત્યારે ફેરકુવા પાસે પહોંચતા એકાએક તેમના વાહન આગળ સાપ કે અન્ય કોઇ પ્રાણી આવી જવાને કારણે તેમણે બાઇકને બ્રેક મારી હતી.
એકાએક બ્રેક મારવાને કારણે તેમનું બાઇક સ્લિપ થતાં શિક્ષક રસ્તા પર પટકાયા હતા. રસ્તા પર પટકાવાને કારણે તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક શિક્ષક બાલાસિનોર તાલુકાના ખાંડીવાવ ગામના વતની હતા.