Get The App

દાહોદના કાળીતળાઇ ગામ પાસે ટ્રકની અડફેટે વિદ્યાર્થીનું મોત

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
દાહોદના કાળીતળાઇ ગામ પાસે ટ્રકની અડફેટે વિદ્યાર્થીનું મોત 1 - image


- સ્કૂલમાં 6 માસિક પરીક્ષા ચાલતી હોવાથી વિદ્યાર્થી પરીક્ષા આપવા ગયો હતો

દાહોદ : દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે અમદાવાદ ઈન્દોર હાઈવે ઉપર  ટ્રક ચાલકે બાઈક સવાર શાળાના વિદ્યાર્થીને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં શાળાના વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત થયું હતું.મરણ જનાર વિદ્યાર્થી  દાહોદ શહેરની સ્કૂલ શાળામાં અભ્યાસ કરતો કરતો હતો.અત્યારે  ૬ માસિક પરીક્ષા ચાલતી હોય આજે સવારે ઘરેથી સ્કૂલમાં પરીક્ષા આપવા ગયો હતો.

અમદાવાદ ઈન્દોર હાઈવે  ઉપર દાહોદ નજીક આવેલા કાળીતળાઈ ગામ નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં દાહોદ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અને સેલ્સ સ્ટીફન સ્કૂલ શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રેહાન પઠાણ  હાલ શાળામાં ૬ માસિક પરીક્ષાઓ ચાલતી હોવાથી બસ સ્ટેશન તેના ઘરેથી સવારે પરીક્ષા આપવા ગયો હતો. ગુજરાતીનું પેપર બપોરના સમયે પરીક્ષા પૂર્ણ થયા બાદ ભરત ઘરે આવવાની જગ્યાએ બપોરના સમયે ઘરથી વિપરીત દિશામાં અપાચી ગાડી લઈ દાહોદ નજીક કાળીતળાઈ ગામ નજીક નેશનલ હાઇવે પર પહોંચ્યો હતો. જ્યાં  ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક રેહાન પઠાણ જમીન પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા અકસ્માત સર્જાયો હતો.બાઈક સવાર યુવક રોડ ઉપર પટકાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યુ હતું.

અકસ્માતમા બાઈકનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. અકસ્માત સર્જી  ટ્રક ચાલક વાહન લઇ ફરાર થઇ ગયો હતો.ઘટનાની જાણ થતા દાહોદ રુરલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.મૃતદેહને કબજો લઈ તેને ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.


Google NewsGoogle News