મહેમદાવાદ તાલુકાના જીભઇપુરાથી નશાયુક્ત પીણાનો જથ્થો ઝડપાયો
- હર્બલ પ્રોડક્ટના નામે નશાનો કાળો કારોબાર
- એલસીબી પોલીસે રૂ. 22.74 લાખનો મુદ્દામાલ કબજે લઇને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેડા જિલ્લા એલ.સી.બી પી.આઇ.એ.વી.પરમાર માર્ગદર્શન હેઠળ સ્ટાફના જવાનો પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. દરમિયાન એલસીબી સ્ટાફના હે.કો. કનકસિંહ ને બાતમી મળેલી કે ખાત્રજ ચોકડી પાસેના જીભઈપુરા અમુલ ફેક્ટરીની સામે રોડ ઉપર જય શ્રી ક્રિષ્ના પાર્લર નામની દુકાન આવેલી છે. આ દુકાન રવિન્દ્રભાઈ અરવિંદભાઈ સોલંકી ચલાવે છે. પોતાની દુકાનમાં તેમજ ઘરમાં હર્બલ પ્રોડક્ટના ઓથા હેઠળ નશા માટે આલ્કોહોલ યુક્ત પીણાની બોટલ નું વેચાણ કરે છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસે જીભઇપુરા જય શ્રી ક્રિષ્ના પાર્લર પર દરોડો પાડી જુદા-જુદા માર્કોની બોટલો તથા તેના ઘર પર દરોડો પાડી કુલ બોટલ નંગ ૧૫,૩૮૫ તથા રૂ. ૨૨,૭૪,૬૯૩ ઝડપી પાડયો હતો. આ બનાવની જાણ મહેમદાવાદ પંથકમાં થતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સંદર્ભે એલસીબી પોલીસે રવિન્દ્ર સોલંકીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે