Get The App

નડિયાદ તાલુકાના મંજીપુરામાં પ્રાથમિક શાળાની ઇમારત જર્જરિત બની ગઈ

Updated: Jul 18th, 2022


Google NewsGoogle News
નડિયાદ તાલુકાના મંજીપુરામાં પ્રાથમિક શાળાની ઇમારત જર્જરિત બની ગઈ 1 - image


- બીમમાં પણ ભયજનક તિરાડો પડી ગઇ

- છતમાં લોખંડના સળિયા બહાર નીકળી અવતા પોપડા પડતા બાળકો માટે જીવનું જોખમ

નડિયાદ : ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મંજીપુરા પ્રાથમિક શાળાની ઇમારત છેલ્લાં ઘણાં સમયથી જજરિત હાલતમાં છે.જજરીત ઇમારતમાં મોતના ભયના ઓથાર હેઠળ શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. ત્યારે શિક્ષણ ખાતા દ્વારા મંજીપુરા પ્રાથમિક શાળામાં નવા ઓરડા બનાવવા વાલીઓમાંથી સુર ઉઠવા પામ્યો છે.

નડિયાદ તાલુકાના મંજીપુરા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીના શિક્ષણની સુવિધા છે. મંજીપુરા પ્રાથમિક શાળાના ઓરડાઓ ઘણા સમયથી જજરિત હાલતમાં છે, છત તેમજ લોબીમાં સ્લેબના સળિયા દેખાઈ રહ્યા છે જ્યારે બીમમાં પણ  ભયજનક તિરાડો પડી છે. શાળાની ઇમારતના છતના સ્લેબના પોપડા તૂટીને બાળકો પર પડી રહ્યા છે.

 શાળાની ઇમારત ઘણા સમયથી ભયજનક હાલતમાં છે. આ શાળાના ઓરડા તોડી પાડી નવા ઓરડા બનાવવા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે. આ જર્જરિત ઇમારત માં જીવના જોખમે શિક્ષકો શૈક્ષણિક કામગીરી કરી રહ્યા છે. 

શાળાના છત પરથી પોપડા પડતા હોઈ બાળકોની સલામતી જોખમમાં મૂકાઇ છે, ત્યારે શિક્ષણ ખાતા દ્વારા વહેલી તકે શાળાના નવા ઓરડા બનાવવા શાળા વ્યવસ્થાપન સમિતિએ માંગણી કરી છે.


Google NewsGoogle News