ઠાસરામાં 1.11 લાખના દારૂ સાથે શખ્સ ઝડપાયો

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
ઠાસરામાં 1.11 લાખના દારૂ સાથે શખ્સ ઝડપાયો 1 - image


- દારૂના વેપલા પર એસએમસીનો દરોડો

- નિલગીરીના ખેતરમાં જથ્થો સંતાડયો હતો, બે સામે ગુનો નોંધાયો  

ઠાસરા : ઠાસરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો કરીને રૂ.૧.૧૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. એસએમસીએ બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડીને તેની પાસે રહેલા થેલામાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી એસએમસીએ શખ્સની પુછપરછ કરતા તે સંજયભાઈ સોમાભાઈ પરમાર (રહે. ઠાસરા) હોવાનું અને આ દારૂનો જથ્થો ઠાસરામાં મહાકાળી મંદિર પાસે રહેતા દિનેશ ઉર્ફે મકો અર્જુનભાઈ પરમારએ વેચાણ માટે આપ્યો હોવાનું કબુલ્યું હતું. 

તેમજ દારૂનો જથ્થો ઠાસરા નગર સેવાસદનના એમઆરએફ સેન્ટર નજીક નિલગીરીના ખેતરમાં છુપાવ્યો હોવાનું જણાવતા એસએમસીએ ખેતરમાંથી રૂ.૧.૧૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને દિનેશ ઉર્ફે મકોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News